GSTV

Omicron Variant / સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી નવી ગાઇડલાઇન, ભારત આવતા મુસાફરો માટે લેવામાં આવ્યા કડક પગલા

ગાઇડલાઇન

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ નવી ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી આપવી પડશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરી પહેલા, મુસાફરો તેમના નેગેટિવ RT PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરશે.

ગાઇડલાઇન

કેન્દ્ર સરકારે 12 દેશોની લિસ્ટ પણ જારી કરી છે જેને હાઈ રિસ્ક ધરાવતા દેશોની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે. તેમાં યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી ભારત આવનારાઓએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે અને એરપોર્ટ પર જ રિપોર્ટની રાહ જોવી પડશે.

જો આ મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે, તો તેમને આગામી સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સિવાય આઠમા દિવસે ફરીથી કોરોના ટેસ્ટ કરાવવો પડશે, જો નેગેટિવ રિપોર્ટ આવશે તો આગામી સાત દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે.

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે હાઈ રિસ્ક દેશોની કેટેગરીની બહારના દેશોમાંથી ભારત આવતા મુસાફરોને એરપોર્ટથી બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. તેઓએ આગામી 14 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોઈપણ ફ્લાઇટમાં હાજર કુલ મુસાફરોમાંથી 5 ટકા મુસાફરોના આગમન પર રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

ગાઇડલાઇન

ઉલ્લેખનીય છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ તમામ દેશો પરેશાન છે. આ વેરિઅન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વેરિઅન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે, એટલે કે તેનાથી સાવધ રહેવાની જરૂર છે. આ વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઘણી બેઠકો યોજી છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!