GSTV
News Trending World

ઓમિક્રોન વેરિયન્ટનો કહેર, દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કેસ વધીને બમણા થયા : વેક્સિનેશન પણ વધારાયુ

કોરોના

સાઉથ આફ્રિકામાં દેખાયેલો કોરોનાનો નવો અને ખતરનાક મનાતો વેરિયન્ટ ઓમિક્રોનના કારણે સાઉથ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. કોરાનોનો નવો વેરિયન્ટ હવે દુનિયાના અમેરિકા સહિતના  24 દેશોમાં જોવા મળી રહ્યો છે.

બીજી તરફ સાઉથ આફ્રિકાએ કોરાનાના રસીકરણ માટેની ઝડપ વધારી દીધી છે. જેથી લોકોને આ વેરિયન્ટથી બચાવી શકાય. ઓમિક્રોનના પ્રાથમિક સ્ટડી બાદ જાણકારોનુ માનવુ છે કે, આ વેરિએન્ટ વધારે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ઓમિક્રોન

દરમિયાન સાઉથ આફ્રિકામાં પહેલા દિવસે 4000 ઉપરાંત અને બીજી દિવસે 8000 કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટના 72 ટકા કેસ એેક જ રાજ્યમાંથી સામે આવ્યા છે.સરકાર પર હવે લોકોને કોરોનાની રસી આપવાનુ દબાણ વધી રહ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ

Hardik Hingu

સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી

Zainul Ansari

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu
GSTV