GSTV

બાપ રે! ડેલ્ટા વેરિઅન્ટથી પણ 6 ગણો ખતરનાક છે Omicron, ભૂલથી પણ લક્ષણોને નજરઅંદાજ ના કરતા

corona-new-variant

Last Updated on November 29, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાનો નવો વેરિઅન્ટ B.1.1.529 (ઓમિક્રોન) વિશ્વ સામે એક નવી મુશ્કેલી બનીને આવ્યો છે. WHO એ આને લઇને ચિંતા વ્યક્ત કરી દીધી છે અને આને ‘વેરિઅન્ટ ઑફ કન્સર્ન’ ના રૂપમાં સૂચિબદ્ધ કરી છે. વિશ્વભરના નિષ્ણાંતોનો એવો દાવો છે કે, ઓમિક્રોન જેવાં ખતરનૈાક વેરિઅન્ટ પર મોનોક્લોનલ એન્ટિબોડીઝ થેરાપીની કોઇ જ અસર નથી થતી. આ વેરિઅન્ટની તાકાત અને લક્ષણોને લઇને પણ અનેક નવી વાતો સામે આવી છે.

corona-new-variant

જાણો કેટલો ખતરનાક છે ઓમિક્રોન વેરિઅન્ટ?

દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં ઓમિક્રોન ઇન્ફેક્શનના પ્રારંભિક વિશ્લેષણના આધાર પર તે ડેલ્ટા વેરિઅન્ટ કરતા 6 ગણો વધારે તાકાતવર કહેવાય છે. ડેલ્ટા એ જ વેરિઅન્ટ છે કે જેને ભારતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન તબાહી મચાવીને મૂકી દીધી હતી. આ વેરિઅન્ટ ઇમ્યુન સિસ્ટમને પણ પાછી પાડી શકે છે. ઓમિક્રોન ગયા વેરિઅન્ટ કરતા વધારે ખતરનાક છે અને વેક્સિનેશન અથવા નેચરલ ઇન્ફેક્શનથી થનાર ઇમ્યુન રિસ્પોન્સને પણ બેઅસર કરી શકે છે.

શું ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે?

WHOએ કહ્યું, ‘પ્રારંભિક પુરાવા સૂચવે છે કે જે લોકો પહેલા સંક્રમિત થયા છે તેમને Omicron વેરિયન્ટ્સથી ફરીથી કોરોના થવાનું જોખમ વધારે છે. તે આવા લોકોને સરળતાથી સંક્રમિત કરી શકે છે. WHOએ કહ્યું, ‘તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે શું ‘Omicron’ ડેલ્ટા અને અન્ય કોરોના વેરિઅન્ટ્સ કરતાં વધુ સંક્રમિત કરનાર એટલે કે ટ્રાંસમિસિબલ (વ્યક્તિથી વ્યક્તિમાં વધુ સરળતાથી ફેલાય છે) છે કે નહીં. હાલ તેને RT-PCR ટેસ્ટ દ્વારા જાણી શકાય છે.

ઓમિક્રોન

ઓમિક્રોનની ઝપેટમાં જોવા મળ્યો છે આ દેશ

જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ 24 નવેમ્બરે થઈ હતી. આ વાયરસના પ્રથમ દર્દીની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ઘણા દેશો ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. આ ક્રમમાં, દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કેવાં છે ઓમિક્રોનના લક્ષણ?

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ કરનાર ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે, ‘મે સૌ પ્રથમ તેના લક્ષણો લગભગ 30 વર્ષના યુવાનમાં જોયા.’ તેઓએ કહ્યું કે, દર્દી ખૂબ થાકી ગયો હતો. તે હળવા માથાના દુ:ખાવા સાથે આખા શરીરમાં દુખાવાની ફરિયાદ કરતો હતો. તેને છીંક આવવા જેવી સમસ્યા પણ હતી. જો કે, તેને ન તો ખાંસી હતી કે ન તો સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો દેખાતા હતા. જો કે, ડોકટરે દર્દીઓના નાના જૂથને જોયા પછી જ આ પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના લોકોમાં તેના લક્ષણો કેવી રીતે હશે તે અંગે તેણે કોઈ સ્પષ્ટ દાવો કર્યો નથી.

READ ALSO :

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!