કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની તોફાની ગતિએ દેશના તમામ રાજ્યોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. નિષ્ણાતોના મતે, આ ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ કરતાં હળવા છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ નવા વેરિઅન્ટને લઈને દુનિયાભરમાં અલગ-અલગ અભ્યાસ થઈ રહ્યા છે. કેટલાક અભ્યાસોના પરિણામો ચિંતાજનક છે અને કેટલાક આશાસ્પદ પણ છે.

પેંડેમીકથી એન્ડેમિક તરફ જઈ રહ્યા છીએ: માર્કો કેવેલરી
એમ્સ્ટરડેમમાં રસી વ્યૂહરચના વડા માર્કો કેવેલેરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “આપણે ભૂલવું જોઈએ નહીં કે આપણે હજી પણ રોગચાળામાં ફસાયેલા છીએ. આપણે તેમાંથી ક્યારે બહાર નીકળીશું તે કોઈ જાણતું નથી, પરંતુ આપણે બહાર નીકળીશું જરૂર”
તેમણે વધુમાં કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટનો ઝડપથી ફેલાવો રોગચાળામાંથી બહાર લાવવામાં મદદ કરી શકે છે. કારણ કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસારને કારણે વિશ્વ એન્ડેમિક તરફ આગળ વધી રહ્યું છે અને લોકો તેની સાથે સરળતાથી જીવી શકશે તેવું લાગી રહ્યું છે. અમે ઝડપથી એવા દૃશ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જે રોગચાળાના અંતની ખૂબ નજીક છે.
વારંવાર બૂસ્ટર્સ ડોઝ આપવો યોગ્ય નથી
કેવેલરીએ ચેતવણી આપી હતી કે કોવિડ બૂસ્ટરનો વારંવાર ઉપયોગ એ ટકાઉ વ્યૂહરચના નથી. જો આપણી પાસે એવી વ્યૂહરચના છે કે જેમાં આપણે દર 4 મહિને બૂસ્ટર આપીએ છીએ, તો આપણે સંભવિત રીતે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી રહ્યા છીએ અથવા રોગપ્રતિકારક પ્રતિભાવમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યા છીએ. અને બીજું, બૂસ્ટર ડોઝના સતત ઉપયોગને કારણે વસ્તીમાં થાકનું જોખમ પણ છે.
ફ્લૂની રસી જેવી વ્યૂહરચના અપનાવો
કેવલ્લરીએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર બૂસ્ટર ડોઝ આપવાને બદલે, હાલમાં જે રીતે ફ્લૂની રસીઓ આપવામાં આવે છે, તે રીતે લાંબા અંતરાલમાં અને ઠંડા હવામાનની શરૂઆત સાથે સુમેળમાં બૂસ્ટર ડોઝ આપવાનું વિચારવું જોઈએ. EMA એ જણાવ્યું હતું કે ઘણા બધા સંશોધનો થયા છે જે સૂચવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટમાં ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં હોસ્પિટલમાં દાખલ થવાનું એક તૃત્યાંઉન્સ કે અડધુ જોખમ છે.
વધુમાં, લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનનાં પ્રોફેસર ડેવિડ હેયમેને જણાવ્યું હતું કે ‘યુકે આ રોગચાળામાંથી બહાર આવવા માટેનો એક દેશ બની શકે છે,જ્યાં લગભગ 95% વસ્તી હવે કોવિડ સામે એન્ટિબોડીઝ ધરાવે છે, જે રસીકરણ દ્વારાઅથવા સંક્રમણ દ્વારા પ્રાપ્ત થઈ છે .
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર
- ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો