GSTV
India News Trending World

પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે ઓમિક્રોન ખતરનાક :WHO એ આપ્યા આ રાહતના સમાચાર

ઓમિક્રોનના ખતરાની વચ્ચે એક રાહતની વાત એ પણ સામે આવી છે કે હજુ સુધી આ નવા વેરિએન્ટથી હજુ સુધી એક પણ મોત થયાની વાત સામે આવી નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવા વેરિએન્ટ અનેક ગણો સંક્રામક હોવાની તો પુષ્ટી થઈ છે. પરંતુ તેનાથી હજુ પણ એક પણ મોત થયું હોવાની પુષ્ટી નથી થઈ.

કોવેક્સિન

દક્ષિણ આફ્રિકામાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન વેરિએન્ટના કારણે પાંચ વર્ષથી નાની ઊંમરના બાળકોને વધુ જોખમ છે. નિષ્ણાતોનું કહેવું છે કે પહેલી અને બીજી લહેરમાં કોરોનાના બાળકો અને યુવાનોને સંક્રમિત કર્યા ન હતા. પરંતુ હવે ઓમિક્રોનની લહેરમાં યુવાનો તેની ઝપેટમાં આવી શકે છે. ઓમિક્રોનના પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટની શરૂઆતી કેસ નોંધાયા છે. સંભાવના છે કે આગામી દિવસોમાં તેના કેસની સંખ્યા વધી શકે છે. કારણ કે વાઈરસનું બદલાયેલું સ્વરૂપ વધુમાં વધુ લોકોને સંક્રમિત કરી રહ્યું છે ત્યારે ઓમિક્રોનને લઈને ICMRના વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વાઈરસનું બદલાયેલું સ્વરૂપની આક્રમકતા જ તેની સૌથી મોટી નબળાઈ છે. ICMRના ચીફ એપિડમોલોજીસ્ટ ડોક્ટર સમીરન પાંડાનું કહેવું છે કે જે વાઈરસ ઝડપથી ફેલાઈ છે તે ઘાતક ન હોઈ શકે. તેના ન માત્ર પ્રમાણ છે પરંતુ વૈજ્ઞાનિક તથ્યો પર આ વાત કહેવામાં આવી રહી છે. તેથી લોકોને આ વાઈરસના બદલાયેલા સ્વરૂપથી કારણ વગર ડરવાની જરૂર નથી. માત્ર સતર્કતા દાખવવાની જરૂર છે.

સમીરન પાંડાનું કહેવું છે કે ઓમિક્રોન વેરિએન્ટથી લઈને ડેલ્ટા તથા અન્ય વેરિએન્ટમાં અત્યાર સુધી થયેલા અભ્યાસ દરમિયાન માત્ર એટલું જ જાણવા મળ્યું છે કે જે બદલાયેલા સ્વરૂપમાં ઝડપથી ફેલાવવાની આક્રમકતા હતી તેની લોકો પર ઓછી અસર થઈ છે. તેમણે કારણ જણાવતા કહ્યું કે વાઈરસના નવા વેરિએન્ટમાં લક્ષણ બહુ હળવા હોય છે અને તેમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા વધારે હોય છે. તે પોતાની અસર દેખાડી શકતા નથી.. તેમનું કહેવું છે કે કે ભારતમાં જેટલા પણ કેસ આવશે તેનો મુકાબલો કરવા માટે વધુ વેક્સિનેશન અને કોરોનાથી બચવા માટે તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન જ સૌથી મોટું હથિયાર છે.

ALSO READ

Related posts

જિયા ખાનની માતાએ પોલીસ અને CBIની તપાસ પર ઉઠાવ્યા અનેક સવાલ, કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યાનો મામલો છે’

Binas Saiyed

Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો

Damini Patel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel
GSTV