GSTV

ચેતી જજો / પ્રથમ વખત સંક્રમણ પછી ત્રણ ગણો જલ્દી શિકાર બનાવે છે ઓમિક્રોન, આવા લોકોને છે વધુ ખતરો: WHO વૈજ્ઞાનિક

ઓમિક્રોન

Last Updated on December 6, 2021 by GSTV Web Desk

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની મુખ્ય વૈજ્ઞાનિક ડો સૌમ્યા સ્વામીનાથને સોમવારે જણાવ્યું કે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિઅન્ટમાં વાયરસના પ્રથમ હુમલાના 90 દિવસ પછી ફરીથી સંક્રમણની સંભાવના ત્રણ ગણી વધી છે. ડો સ્વામીનાથને જણાવ્યું હતું કે વેરિઅન્ટ પર વાયરસ અને તેના ફેલાવના ડેટા મળવામાં સમય લાગશે, વર્તમાનમાં વૈજ્ઞાનિક જે જાણે છે, તે એ છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ છે.

ઓમિક્રોન

સ્વામીનાથને કહ્યું, “ડેલ્ટા વેરિઅન્ટની (Delta Variant) તુલનામાં ઓમિક્રોનમાં સંક્રમણના 90 દિવસ પછી ફરીથી ચેપ ત્રણ ગણો વધુ સામાન્ય છે. Omicron સંક્રમણના ક્લિનિકલ લક્ષણોને સમજવું હજુ આ શરૂઆતનો તબક્કો છે. કેસોમાં વધારો અને હોસ્પિટલમાં દાખલ થવા વચ્ચે અંતર છે. આ રોગ કેટલો ગંભીર છે તે જાણવા અમારે હોસ્પિટલમાં દાખલ થવાના દરનો અભ્યાસ કરવા માટે બે થી ત્રણ અઠવાડિયા રાહ જોવી પડશે.

દક્ષિણ આફ્રિકામાં બાળકોમાં સંક્રમણની દર વધુ

તેમણે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ ત્યા આ સ્ટ્રેનથી બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે.

સ્વામીનાથને ધ્યાન દોર્યું કે હાલમાં બાળકો માટે ઘણી રસી ઉપલબ્ધ નથી અને માત્ર થોડા જ દેશોએ બાળકો માટે રસીકરણ શરૂ કર્યું છે અને તેના કારણે બાળકોમાં કેસ વધી શકે છે. તેમણે જણાવ્યું કે બાળકો માટે ઘણી રસી ઉપલબ્ધ નથી અને બહુ ઓછા દેશો બાળકોને રસી આપી રહ્યા છે. કેસો વધવાથી બાળકો અને અસંક્રમિત લોકો વધુ સંક્રમિત થઈ શકે છે. અમે હજી પણ બાળકો પર ઓમિક્રોન વેરિઅન્ટની અસરને નકારી કાઢવા માટે ડેટાની રાહ જોઈ રહ્યા છીએ.

સ્વામીનાથને જણાવ્યું કે આપણે રસીકરણ પર વ્યાપક અને વિજ્ઞાન આધારિત અભિગમ અપનાવવાની જરૂર છે. આ એ જ વાયરસ છે જેનો આપણે સામનો કરી રહ્યા છે અને તેથી તેને રોકવા માટેના પગલાં એ જ હશે. જો આપણને વેરિઅન્ટ રસીની જરૂર હોય, તો તે વેરિઅન્ટમાં કેટલી ‘ઇમ્યુન એસ્કેપ’ છે તેના પર નિર્ભર રહેશે.

રસીકરણ

તેમણે જણાવ્યું કે જે લોકો રસીકરણ ચૂકી ગયા છે તેનું મૂલ્યાંકન કરવા માટે તમામ દેશોએ વય અને ક્ષેત્રના આધારે રસીના ડેટાનો અભ્યાસ કરવો જોઈએ. સ્વામીનાથને જણાવ્યું હતું કે સંક્રમણ ઘટાડવા માટે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવી એ પ્રાથમિકતા હોવી જોઈએ.

GSTV

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!