GSTV

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

કોરોના

Last Updated on December 1, 2021 by pratik shah

સમગ્ર વિશ્વમાં જીવલેણ નવા વેરીએન્ટ Omicronએ તો ચિંતા વધારી છે ત્યારે આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર લંડન અને એમ્સ્ટડર્મથી આવેલા પેસન્જરોમાંથી ચાર યાત્રીઓ સંક્રમિત જોવા મળતા હડકંપ મચ્યો હતો. RTPCR ટેસ્ટમાં આ યાત્રીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં તેમના સેંપલ જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ ત્રણ દિવસમાં આવશે. આ તમામ યાત્રિઓને LNJP હોસ્પિટલમાં આઈસોલેશન વિભાગમાં રાખવામાં આવ્યા છે.

કોરોના

દિલ્હી એરપોર્ટ પર બે દિવસમાં પાંચ સંક્રમિતો સામે આવ્યા

લંડન અને એમ્સ્ટર્ડમથી આવેલી ફ્લાઈટથી દિલ્હી પહોંચેલા ચાર પેસન્જરો કોરોનાથી સંક્રમિત થતા તંત્ર પણ દોડતું થયું છે. Omicron ના ખતરા વચ્ચે આ યાત્રીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા હડંકપ તો મચ્યો છે, ત્યારે બીજી તરફ તે ચિંતા પણ વધારી છે કે અન્ય કોઈ આ યાત્રિઓના સંપર્કમાં આવ્યા પછી પોઝિટીવ થયા છે કે નહી. ઉલ્લેખનીય છે કે Omicronની આશંકાને જોતા તમામ યાત્રિઓના સેંપલને જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા છે.

બે દિવસમાં 5 સંક્રમિતો સામે આવ્યા


જેનિસ્ટ્રિંગ્સ ડાયગ્નોસ્ટિકની ફાઉન્ડર ડો ગૌરી અગ્રવાલે જણાવ્યું કે અમે લંડન અને એમ્સ્ટર્ડમથી આવેલા યાત્રિઓની જીનોમ સિક્વેસિંગની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, બે દિવસમાં એરપોર્ટ પર પ સંક્રમિતો મળી આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર દરરોજ અંદાજીત 2000 ટેસ્ટ થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!