GSTV

ગુજરાતમાં ઓમિક્રોનનો ફફડાટ/ બારડોલીમાં 35 જેટલા NRIના સેમ્પલ લઈ હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા, તંત્ર બન્યું સાબદું

Last Updated on December 5, 2021 by Pravin Makwana

રાજયમાં ઓમિક્રોનના હાઉવચ્ચે બારડોલીનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે. સુરતના બારડોલીમાં એક સપ્તાહમાં 35 જેટલા એન.આર.આઈ.ઓના સેમ્પલિંગ કરી હોમ ક્વોરન્ટીના કરવામાં આવ્યા છે. એન.આર.આઈ પંથક તરીકે બારડોલી જાણીતું છે.

ડિસેમ્બરમાં મોટી સંખ્યામાં એનઆરઆઈઓ બારડોલીમાં આવે છે. આરોગ્યની ટીમ સલામતી અને સંક્રમણના ન ફેલાય તેવા હેતુથી વિવિધ ગામોમાં ફરીને વિદેશથી આવનારા લોકોના ટેસ્ટ અને ક્વોરન્ટીનની કામગીરી કરે છે.

જામનગરમાં આવ્યો છે ઓમિક્રોનનો પ્રથમ કેસ

કોરોના વાયરસનો ઓમીક્રોન વેરીયંટનો રાજયનો પ્રથમ કેસ જામનગરમાંથી સામે આવ્યો છે. જેને પગલે આરોગ્ય તંત્રની સાથે શહેરમાં ચિંતાનું મોજું પ્રશરી ગયું છે. ઓમીક્રોન વેરીયંટ જામનગરમાં ન પ્રસરે અને મોરકંડા રોડ પરની સોસાયટી સ્પ્રેડર ન બને તે માટે તંત્રએ કન્ટેઈન્મેન્ટ જોન જાહેર કરી દીધો છે. સોસાયટી બહાર પતરાની આડસ ઉભી કરી છે.અહીંના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો છે. આરોગ્ય તંત્ર અને આવશ્યક ચીજ વસ્તુઓ સપ્લાય કરનાર સિવાયના નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ નિયમનું પાલન ન કરે તેની સામે પોલીસ કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ પાંચ થયાં

દેશમાં હવે 5 ઓમિક્રોન કેસ છે. જેમાં કર્ણાટકમાં 2, ગુજરાતમાં 1, મુંબઈમાં 1 અને દિલ્હીમાં 1 કેસનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં મળી આવેલા દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષ છે. બંનેમાં હળવા લક્ષણો છે અને બંને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. ગુજરાતમાં પણ શનિવારે 72 વર્ષના દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ દર્દી ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. તે જ સમયે, મુંબઈમાં, દક્ષિણ આફ્રિકા અને દુબઈથી આવેલા એક વ્યક્તિમાં ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!