GSTV

OMG! 239 વર્ષ પહેલા આ ગ્રહની થઈ હતી શોધ, 42 વર્ષનો એક દિવસ…

વૈજ્ઞાનિકોનાં નિવેદન અનુસાર યૂરેનસએ સૌર મંડળનો સાતમાં ક્રમનો ગ્રહ છે. મંગળ, બુધ અને શુક્રની સરખામણીમાં સૌરમંડળના ત્રીજા ક્રમના સૌથી મોટા આ ગ્રહ વિશે વૈજ્ઞાનિકોએ ઘણું જાણવાનું બાકી છે. પૃથ્વી કરતા 63 ગણો મોટો ગ્રહ છે. આ ગ્રહ પર પથ્થર અને માટી નહી પરંતુ ગેસનું પ્રમાણ ખૂબ વધારે છે. યૂરેનસ ગ્રહ જોજન દૂર હોવા છતાં ટમટમતા તારાની જેમ નરી આંખે જોઇ શકાય છે પરંતુ દૂરના અંતરના કારણે તેને ગ્રહનો દરજજો આપતા ન હતા. દૂરબીનથી જો આ ગ્રહને જોવામાં આવે તો તે આછા ગ્રીન અને પારજાંબલી રંગનો જોવા મળે છે.

આ ગ્રહની શોધ 13 માર્ચ 1781નાં રોજ વિલિયમ હર્ષલ નામના વૈ્જ્ઞાનિકે કરી હતી. યૂરેનસ સૂર્યથી ૩ અબજ કિમી દૂર છે. યૂરેનસ ૮૪ વર્ષે સૂર્યનું એક ચક્કર કાપે છે એટલે કે યૂરેનસમાં ૪૨ વર્ષ રાત અને ૪૨ વર્ષનો દિવસ હોય છે. આ ગ્રહના સાઉથ પોલ અને નોર્થ પોલમાં ખૂબ જ લાંબુ અંતર હોવાથી દાયકાઓ સુધી સૂર્યપ્રકાશ જોવા મળતો નથી.

અનોખી વાત એ છે કે આ ગ્રહે વર્ષ 1902 માં તેના દક્ષિણ ધુ્વથી 1983માં ઉત્તરધુ્વ તરફ પ્રયાણ કર્યુ હતું. યૂરેનસને ભારતીય ખગોળશાસ્ત્રીઓ અરુણ તરીકે ઓળખે છે. આ ગ્રહનું સરેરાશ તાપમાન માઇનસ 197 ડિગ્રી રહેતું હોવાથી તેને ઠંડો ગ્રહ પણ ગણવામાં આવે છે.

સૌરમંડળના આ ગ્રહનું તાપમાન આટલું ઓછું કેમ છે, એ હજુ વિશ્વભરનાં વૈજ્ઞાનિકો હજુ સુધી જાણી શકાયા નથી. પૃથ્વીને પોતાનો એક જ ચંદ્ર છે પરંતુ યુરેનસ ૨૭ મૂન ધરાવે છે જેમા મિરાંડા, ટાઇટેનિયા, ઓબેરોન, એરિયલ અને અમ્બ્રિયલનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!