GSTV
Ajab Gajab Trending

OMG! વિશ્વની સૌથી લાંબી કેક, લંબાઈ છે 5.3 કિલોમીટર

દેશનાં કેરળમાં વિશ્વની સૌથી મોટી કેક બનાવવામાં આવી છે. બેકર્સ અને શેફ દ્વારા આ રેકોર્ડને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુધવારે કેરળના 1500 બેકર્સે 5.3 કિલોમીટર એટલે કે 4 માઇલ લાંબી કેક બનાવીને વિક્રમ સર્જ્યો છે. તેમનું કહવું છે કે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી કેક છે. આ કેક કેરળના ત્રીશુર ક્ષેત્ર માં બનાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેક ચીનનાં કેકનાં રેકોર્ડને પણ પાછળ છોડી દેશે. ચીન પાસે અત્યાર સુધી સૌથી લાંબું કેક બનાવવાનો વિશ્વ રેકોર્ડ છે. જેની લંબાઈ 3.2 કિલોમિટર છે. હજારો ટેબલ પર મૂકેલી કેક પર ચોકલેટ અનવે ડેઝર્ટ લગાવવામાં આવ્યું હતું. આ વેનીલા કેકનું વજન 27,000 કિલો ગ્રામ છે. અને તેની ઉંચાઈ 10 સેન્ટીમીટર છે.

આ ખાસ અવસર પર 1500 બેકર્સ અને શેફ પોતાની વ્હાઈટ કેપ પહેરીને સતત ચાર કલાક સુધી કેક બનાવવમાં વ્યસ્ત રહ્યા હતા. બેકર્સ એસોશિએશન કેરળ તરફથી આયોજીત આ કાર્યક્રમને જોવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

1500 બેકર્સ અને શેફ પોતાની વ્હાઈટ કેપ પહેરીને સતત ચાર કલાક સુધી કેક બનાવવમાં વ્યસ્ત

એસોશિયેશનનાં જનરલ નૌશાદ છે તેમણે એક નિવેદન આપ્યું તું કે આ કેક લગભગ 6500 મીટર લાંબી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કેકને માર્ગનાં કિનારે ટેબલ અને ડેસ્ક પર બનાવવામાં આવી છે. અને સામાન્ય આધઆર વાળી આ કેક પર વેનિલા ક્રિમ લગાવવામાં આવી છે.

READ ALSO

Related posts

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth
GSTV