GSTV

OMG! દુલ્હન બનાવીને ઈમામ લાવ્યા જેને ઘરે, તેનું સત્ય જાણીને એવાં ઉડ્યા હોશ કે…

યુગાન્ડામાં એક ઈમામે ધૂમધામથી લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન કર્યા પછી ઈમામને ખબરપડી કે તેની નવી નવેલી દુલ્હન યુવતી નથી પરંતુ તે એક આદમી છે. ત્યાર પછી ઈમામે દુલ્હન બનેલા પુરુષ પર પોલીસ સ્ટેશમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ આ શખ્સ વિશે તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ દરમ્યાન જાણવામાં મળ્યું કે આ શખ્સ ચોર છે.

યુગાન્ડાનાં કાયુંગા જિલ્લાનાં ઈમામ શેખ મોહમ્મદ મુટુંબાએ બે અઠવાડીયા પહેલા સ્વબુલ્લાહ નાબુકીરા સાથે ધૂમધામથી નિકાહ કર્યા હતા. તે તેને લઈને તેના ઘરે લઈ ગયા હતા. ત્યારે આ સમય દરમ્યાન તેમના ઘરે પોલીસ આવી હતી. પોલીસ ટીમમાં મહિલા ઓફિસર પણ હતી.

પોલીસે ઈમામને જણાવ્યું કે તેઓ એક ચોરની તપાસ કરી રહ્યા છે. જેણે ટીવીઅને કપડા ચોર્યા છે. પોલીસને શક પડ્યો કે ઈમામની પત્ની ઓરત નથી પરંતુ આદમી છે. આ ઓરત બનેલા આ માણસનું નામ રિચાર્ડ તુમુશાબે છે અને તેની ઉંમર 27 વર્ષ છે. પોલીસે તુમુશાબેની આન્ટી પણ ધરપકડ કરી છે. બન્ને સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. હાલમાં બન્ને ચોરો જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે.

READ ALSO

Related posts

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય,પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

pratik shah

કરફ્યું જાહેર છતાં લોકો નિયમોની કરી રહ્યાં છે ઐસીતૈસી, સીએમે આપી આ ધમકી

Nilesh Jethva

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!