GSTV

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં તથાકથિત રીતે એક આખા બસસ્ટેન્ડને ચોરી કરી જવાની ઘટના બની છે. જી હાં…બાઈક, કાર અથવા તો બસ ચોરીની ઘટના તમે સાંભળી હશે, પણ પહેલી વાર એવુ જોવા મળ્યુ છે કે, આખે આખુ બસ સ્ટેન્ડ ચોરી થયુ હોવાનો મામલો સામે આવ્યો છે.

એટલુ જ નહીં પણ અહીં ચોરી થયેલા આ બસ સ્ટેન્ડની માહિતી આપનારાને 5000 રૂપિયાનુ ઈનામ પણ આપવામાં આવશે. જેને લઈ શહેરમાં એક બેનર પણ લગાવામાં આવ્યુ છે. એક ઈન્ટરનેટ યુઝર્સે આ પ્રકારનો ફોટો શેર કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ પોસ્ટર સ્થાનિક નેતા પ્રશાંત મ્હસ્કેએ લગાવ્યુ છે.

આપને જણાવી દઈએ કે, આ પોસ્ટ મરાઠીમાં લખવામાં આવી છે. જેમાં લખ્યુ છે કે, બીટી કાવડે દેવકી પોલીસ સ્ટેશનની સામેથી બસ સ્ટોપ ચોરી થઈ ગયુ છે. જો આના વિશે કોઈ જાણકારી મળે અથવા તેના વિશે ખબર થાય તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરજો, આપને 5000 રૂપિયા કૈશ ઈનામ તરીકે આપવામાં આવશે.

આ ઘટનાને લઈને લોકોમાં પણ ખૂબ આશ્ચર્ય છે કે, આખરે કોઈ વ્યક્તિ આખેઆખુ બસ સ્ટોપ કઈ રીતે ચોરી કરી જાય, ખેર જે હોય તો પણ જો તમને પણ જાણ થાય તો આ મહાશયનો સંપર્ક કરી આપ પણ 5000 રૂપિયાનું ઈનામ જીતી શકો છો.

READ ALSO

Related posts

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah

એક OTP દ્વારા તમારું વૉટ્સઅપ એકાઉન્ટ થઈ જશે હેક, મિત્ર માગે તો પણ ભૂલથી ના આપતા

Bansari

કોરોનામાં નહીં મળે પોલીસને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ : સામાન્ય જનતાની જેમ લાઈનોમાં રહેવું પડશે ઉભા, કોરોના વોરિયર્સની હાલત ખરાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!