GSTV

OMG : મગફળી અને બિસ્કિટનાં પેકેટ્સમાંથી નિકળ્યા નોટોનાં બંડલ, અધિકારીઓનાં ઉડ્યા હોશ!

દિલ્હી એરપોર્ટ પર અધિકારીઓએ એક યાત્રીને શંકાનાં આધારે તેની જડતી લીધી તો આ શખ્સ પાસેથી 45 લાખ રૂપિયા ઝડપાયા હતા. જોકે આ વ્યક્તિની ચાલાકી જોતા તપાસ અધિકારીઓનાં હોશ ઉડી ગયા હતા. કારણકે આ વ્યક્તિ મગફળી અને સીલ બિસ્કીટનાં પેકેટમાં 45 લાખ રૂપિયા છુપાવીને લઈ જઈ રહ્યો હતો.

જોકે આ સમગ્ર ઘટના મંગળવારની છે, પરંતુ આ ઘટનાનો વીડિયો બુધવારની સાંજના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેનું નામ મુરાદ અલી છે, તેની ઉંમર 25 વર્ષની છે.

મુરાદ અલી એર ઈન્ડિયાની ફ્લાઈટથી દુબઈથી ઈન્દિરા ગાંધી આંતરારષ્ટ્રીય એરપોર્ટનાં ટર્મિનલ-3 પર પહોંચ્યો હતો. ત્યાં ફરજ પર હાજર અધિકારીઓએ તેની પાસેથી વિદેશી ચલણ જપ્ત કર્યા છે. જેમાં સાઉદી રિયાલ, કતરી રિયાલ, કુવૈતી દિનાર, ઓમાની રિયાલ અને યૂરો શામેલ છે.

CISFએ આ સમગ્ર ઘટનાક્રમનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે કે સુરક્ષાકર્મીઓ મગફળી તોડવાની સાથે સાથે સીલ કરેલા બિસ્કિટનાં પેકેટને ખોલી રહ્યા છે, અને મીટનાં ટુકડાઓમાંથી સાઉદી રિયાલ, કતરી રિયાલ, કુવૈતી દિનાર, ઓમાની રિયાલ અને યૂરો નિકાળી રહ્યા છે.

જેને મોટી સંખ્યામાં સંભાળીને રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મગફળીને વ્યવસ્થિત રીતે કોઈ વસ્તુ દ્વારા ચોંટાડવામાં આવી હતી. CISFનાં પ્રવક્તાએ જણાવ્યું કે જપ્ત કરવામાં આવેલી રોકડની કિંમત ભારતીય રૂપિયાનાં હિસાબે લગભગ 45 લાખ રૂપિયા છે. CISFએ આ યાત્રી અને તેની પાસેથી મળી આવેલી સમગ્ર રોકડ રકમને કસ્ટમ અધિકારીઓને સોંપવામાં આવી હતી.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!