GSTV
Home » News » ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

નેશનલ કોન્ફરન્સનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા તેમજ પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીનાં નેત્રી મહેબુબા મુફ્તિ આજકાલ નજરકેદ છે. કલમ 370 રદ્દ કરાયા બાદ આ બન્ને નેતાઓ છેલ્લા ઘણા સમયથી નજરકેદ છે. ઓમર અબ્દુલ્લા સોશ્યલ મીડિયા પર ઘણા સક્રિય હતા, પરંતુ આજકાલ તેઓ પોતાનો સમય એક ડાયરી લખવા માટે પસાર કરી રહ્યા છે. તેમનાં પ્રતિદ્વંદ્વિ મહેબુબા મુફ્તિ પુસ્તકો વાંચવામાં અને ઇબાદત કરીને સમય પસાર કરી રહ્યા છે.

બન્ને પૂર્વ મુખ્યમંત્રીઓને ગત 4 ઓગષ્ટે અટકાયતમાં લેવાયા હતાં.  પહેલા બન્ને નેતાઓને હરિ નિવાસમાં રાખવામાં આવ્યા હતાં. પરંતું બન્ને નેતાઓનાં ઝઘડાનાં સમાચાર સામે આવ્યા બાદ મહેબુબા મુફ્તિને ચશ્માશાહી પાસે એક ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતાં.

મળતી માહિતી પ્રમાણે ઓમર અબ્દુલ્લા ખુબ જ હેલ્થ કોન્શિયસ છે, તેમજ તેઓ દરરોજ જિમ કરે છે. ત્યારબાદ તેઓ પોતનાં ફોન પર અમુક જુની વિડીયો ગેમ્સ રમે છે.

ઓમર આજકાલ પોતાની એક અધુરા પુસ્તકને પુરૂ કરવામાં વ્યસ્ત છે, તેઓ પોતાનાં બાળપણ, રાજકિય સફર અને વાજપેયી સાથેનાં પોતાનાં સંબંધો વિશે પુસ્તક લખી રહ્યા છે. તેમણે મોહમ્મદ શેખ અબ્દુલ્લા એટલે કે પોતાનાં દાદા પર પણ એક પુસ્તક મંગાવ્યું છે.

મહેબુબા મુફ્તિ દિવસમાં દોઢ કલાક ફરે છે, અને ધાર્મિક અને રાજકિય પુસ્તકો વાંચી રહ્યા છે.

READ ALSO

Related posts

PM મોદીએ કિંમતી ક્ષણો અને વિશેષ યાદોને જીવંત બનાવવા જૂના ફોટોઝ કર્યા શેર

pratik shah

ભારતનાં યુદ્ધ કૌશલ્યમાં વધારો: રાજનાથ સિંહ સ્વદેશી ફાઇટર પ્લેન ‘તેજસ’ માં ભરશે ઉડાન

Riyaz Parmar

PM મોદીના જન્મદિવસે સરકારે 6 કરોડ કર્મચારીઓને આપી મોટી ભેટ, લક્ષ્મી વધીને આવશે ઘરે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!