GSTV

J&K: છેલ્લા 6 મહિનાથી કેદ અબ્દુલા અને મહેબૂબા મુફ્તી પર PSA લાગૂ, 3 મહિનાની જેલ પણ શક્ય

જમ્મુ કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી આ બંને નેતાઓ નજરકેદ છે. કલમ 370 હટાવ્યા બાદથી બંને નેતાઓ નજરકેદ છે. અને હવે પીએસએ લાગુ થવાથી આ બંને નેતાઓને કોઈ પણ જાતની ટ્રાયલ વગર 3 મહિનાની જેલ પણ થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ બંને નેતાઓ પર સીઆરપીસીની કલમ 102 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કોઈ પણ જાતની ટ્રાયલ વગર 3 મહિનાની જેલ થઈ શકે છે.આ અગાઉ નેશનલ કોંન્ફ્રંસના મહાસચિવ અલી મોહમ્મદ સાગર અને પીડીપી નેતા સરતાજ મદની પર પીએસએ લગાવામાં આવ્યો હતો.

પ્રશાસનના આ નિર્ણય પર પીડીપી પ્રવક્તા મોહિત ભાણે કહ્યું હતું તે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પીએસએ લગાવાનો સખ્ત વિરોધ કરીએ છીએ. જો સરકારનો વિરોધ કરવાથી મુખ્યધારાના નેતાઓ પર કેસ થતાં હોય તો, આ લોકતંત્રની હત્યા છે.

આ અગાઉ વિગતો આવી હતી કે, પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલા અને મહેબૂબી મુફ્તીને તેમના ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ અઠવાડીયાના અંત સુધીમાં બંને નેતાઓને તેમના ઘરે મોકલવામાં આવશે. જો કે, સૂત્રોએ આ વાતની ખાતરી નથી આપી કે, બંને નેતાને નજરકેદ રખાશે કે કેમ ?

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી

Ali Asgar Devjani

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!