GSTV

24 રનમાં જ તંબૂ ભેગી થઇ ગઇ આ ટીમ, બનાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ

ઓમાનમાં રમાયેલી એક વન ડે મેચમાં સ્કોટલેન્ડ સામે ઓમાનની ટીમે 24 રને ઓલઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.ટોસ હાર્યા બાદ સ્કોટલેન્ડે ઓમાનને બેટિંગમાં ઉતાર્યા બાદ માત્ર 17 ઓવરમાં જ ઓમાનની ટીમ 24 રનના કુલ સ્કોર પર પેવેલિયન ભેગી થઈ હતી.

જેમાં ઓમાન તરફથી ખાર અલીએ સૌથી વધુ 15 રન બનાવ્યા હતા.ઓમાનના 6 ખેલાડીઓ ખાતુ પણ ખોલી શક્યા નહોતા.સ્કોટલેન્ડ તરફથી એડ્રિયન નેલ અને આર સ્મિથે સૌથી વધુ 4-4 વિકેટ લીધી હતી.

લિસ્ટે એ ક્રિકેટમાં આ ચોથા નંબરનો સૌથી ઓછો સ્કોર છે.સૌથી ઓછા રને ઓલઆઉટ થવાનો રેકોર્ડ વેસ્ટઈન્ડિઝની અન્ડર 19 ટીમના નામે છે.જે 2007માં બાર્બાડોઝ સામે માત્ર 18 રનમાં ઓલાઉટ થઈ હતી.

લિસ્ટ એ ક્રિકેટમાં એવી મેચોનો સમાવેશ થાય છે જેમને વન ડે ઈન્ટરનેશનલ મેચનો સત્તાવાર દરજ્જો મળ્યો નથી હોતો.ઓમાનને હજી સુધી આંતરરાષ્ટ્રીય વન ડે રમવા મળી નથી.સ્કોટલેન્ડને આ દરજ્જો મળેલો છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!