GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

VIDEO : ઓમ પ્રકાશને પોલીસે કેવો માર માર્યો તેનું પ્રત્યક્ષદર્શીએ કહ્યો આંખો દેખ્યો અહેવાલ

ફિલ્મોમાં જોવા મળે છે કે આરોપીઓ સાથે જેલમાં કેવો વર્તાવ થાય છે. પોલીસકર્મીઓ ગુનો કબૂલ કરવા કેવીરીતે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે છે. આવા ફિલ્મી સીન જોઈને રૂંવાડા ઉભા થઈ જાય. ત્યારે રીયલ લાઈફમાં પણ આવી ઘટનાઓ સામે આવે છે. તેનું ઉદાહરણ છે સુરતનું કસ્ટોડિયલ ડેથનો મામલો.

ફિલ્મોમાં પોલીસ જેમ આરોપીઓને રિમાન્ડ પર લઈને જે રીતે નિર્દયતાથી માર મારે છે તેવા વાસ્તવિક દ્રશ્યો સુરતમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા. અને તે એટલી હદ સુધી કે ઓમપ્રકાશ પાંડે નામના શકમંદ યુવકનું મોત થઈ ગયું. પોલીસકર્મીઓએ કસ્ટડી રૂમમાં ખાખીનો રોફ બતાવીને ત્રણ શકમંદ યુવકને એવો ઢોર માર માર્યો કે જોનારનું હૃદય કંપી જાય.

ઓમ પ્રકાશને કેવો બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો તેનો પ્રત્યક્ષદર્શી સોનુ યાદવે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ત્રણ યુવાનને વાંસ સાથે બાંધીને ઉંધા લટકાવ્યા હતા. અને એક બાદ એક પોલીસકર્મીઓ પાઈપ અને પટ્ટાથી નિર્દયતાપૂર્વક માર મારતા હતા. શકમંદ યુવાનો ચીસો પાડતાં રહ્યા અને પોલીસકર્મીઓ બેરહેમીથી તેમને મારતા રહ્યા.

સોનુ યાદવને પણ પોલીસ ઉઠાવી ગઈ હતી. અને તેને પણ ખૂબ માર માર્યો હતો. ઓમ પ્રકાશ પાંડેને પોલીસ કસ્ટડીમાં માર મારતા સમયનો આ એકમાત્ર પ્રત્યક્ષદર્શી છે. ત્યારે સોનુ યાદવનું આ નિવેદન ઘણું મહત્વનું બની જાય છે.

READ ALSO

Related posts

જમીન પર હાથ લગાવ્યા વિના કેટરીનાએ પુશ અપ્સ કર્યા, વીડિયો થયો વાયરલ

Mansi Patel

ભારતની પ્રથમ સ્વદેશની સોશિયલ મીડિયા એપ Elyments લોન્ચ, જાણો ક્યાં-ક્યાં ફીચર્સ છે ખાસ

Ankita Trada

ધોનીને પણ ગુસ્સો આવે છે, આ ત્રણ અવસરે કેપ્ટન COOLએ ગુમાવ્યો હતો પિત્તો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!