GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શું Sachin Pilot છોડશે કોંગ્રેસ? જાણો શું જવાબ આપ્યો ભાજપ સાંસદ ઓમ માથુરે

રાજસ્થાનમાં ગેહલોત સરકારને લઈને ફરી એકવાર રાજકીય ખેંચતાણ તેજ થઇ ગઈ છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન Sachin Pilot વચ્ચેનો તણાવ ખુલીને સામે આવ્યો છે. સચિન પાયલટ દિલહી ગયા હોવાનું જાણવા મળી રહયું છે. તેઓ પાર્ટી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવા પ્રયાસ કરી રહ્યા છે.

સચિન પાયલટનો આક્ષેપ

સચિન પાયલટનો આરોપ છે કે અશોક ગેહલોત  તેમની અવગણના કરી રહ્યા છે. તેમને સરકારના નિર્ણયોમાં મહત્વ આપવામાં નથી આવી રહ્યું, તો સામે, ગેહલોત જૂથમાં આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સચિન પાયલટ ભાજપના સંપર્કમાં છે.

Sachin Pilot

રાજસ્થાનના રાજકારણ પર ઓમ માથુરનું નિવેદન

આ દરમ્યાન, રાજસ્થાનના ભાજપના સાંસદ ઓમ માથુરે જણાવ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનવાની સાથે જ સત્તાધારી પક્ષમાં ખટરાગ શરૂ થઇ ગયો છે. સીએમ અશોક ગેહલોતે ભાજપ પર આક્ષેપ કરતા પહેલા પોતાના ઘરમાં નજર કરવી જોઈએ,. શું સચિન સત્તા પલટી દેશે? આ પ્રશ્નના જવાબમાં ઓમ માથુરે જણાવ્યું કે સચિન પાયલટ પાંચ વર્ષ મહેનત કરી છતાં મુખ્યમંત્રી ન બનાવવામાં આવ્યા, અશોક ગેહલોત દિલ્હીમાં હતા તેમને સીએમ બનાવી દેવામાં આવ્યા, એજ દિવસથી સ્પષ્ટ થઇ ગયું હતું કે મહેનત બીજા કોઈની અને તેનું ફળ બીજું કોઈ ખાઈ રહ્યું છે. કોંગ્રેસનો આંતરિક ખટરાગ પહેલા દિવસથી જ શરૂ થઇ ગયો હતો.

ગેહલોત ભાજપ પર ધોળી રહ્યા છે દોષનો ટોપલો

ઓમ માથુરે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાં અવારનવાર કલેશના સમાચાર આવતા રહે છે. અશોક ગેહલોત દોષનો ટોપલો ભાજપ પર ધોળી રહ્યા છે. ભાજપના સજ્યસભા સાંસદે જણાવ્યું કે રાજસ્થાનમાં હાલની રાજકીય પરિસ્થિતિ માટે કોંગ્રેસે ભાજપને દોષ ન દેવો જોઈએ, તેમણે પહેલા પોતાનું ઘર જોવું જોઈએ। જયારે ગેહલોત સરકાર સત્તામાં આવી ત્યારથી જ સત્તા પાર સંકટ ચાલી રહ્યું છે. સચિન પાયલટ  અને અશોક ગેહલોત વચ્ચેનો તણાવ તેનું સાચું કારણ છે. ગેહલોત માત્ર અને માત્ર ભાજપ પર દોષનો ટોપલો ઢોળવા પ્રયાસ કરી રહ્યા છે.

બહુમત છતાં કેમ દરે છે ગેહલોત: ઓમ માથુર

ઓમ માથુરે જણાવ્યું કે અશોક ગેહલોત પાસે પૂર્ણ બહુમત છે અને બસપા સાથે મળીને તેમની પાસે 107 ધારાસભ્યો થઇ ગયા છે, એવામાં તેમને ડરવાની ક્યાં જરૂર છે દર 2 વર્ષે રાજ્ય સભા ચૂંટણી થાય છે સ્વાભાવિક છે કે એક બે દિવસ પહેલા કેમ્પ કરતા હોય છે. કારણ કે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા ઘણી જ જટિલ હોય છે. પહેલી વાર જે ધારાસભ્ય આવે છે તેને વોટિંગ પ્રક્રિયા સમજાવવી જરૂરી હોય છે, એટલે કેમ્પ કરવામાં આવે છે.

ઓમ માથુરે જણાવ્યું કે અશોક ગેહલોત કહી રહ્યા છે કે અમારી પાસે 125 ધારાસભ્યો છે તો 10 દિવસ કેમ્પ કરવાનો કેમ ડર લાગે છે? તેમની પાર્ટીમાં જ તકલીફ છે.

ALSO READ:

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

કોંગ્રેસ પાર્ટી મઝધારમાં ફસાઈ ગઈ છે, જનતાની વચ્ચે બનેલી આપણી છબીને સુધારવાની જરૂર

Pravin Makwana

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!