GSTV

મોટા સમાચાર/ કોરોના વકરે કે ના વકરે પણ ઓલિમ્પિક્સ તો યોજાશે, જાપાન બન્યું મક્કમ

Last Updated on February 3, 2021 by Karan

ટોકિયો ૨૦૨૦ના પ્રમુખ યોશિરો મોરીએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોનાને લઈને જે પણ સ્થિતિ હોય પણ ઓલિમ્પિક્સ યોજાશે. અમે ઓલિમ્પિક્સનું આયોજન શક્ય બનાવવા માટે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ટોકિયો ઓલિમ્પિક્સનું આયોજન કરવા મક્કમ છીએ, પછી કોરોનાની ગમે તે સ્થિતિ હોય.

કોરોનાની વચ્ચે ઓલિમ્પિક્સ યોજવાના નવતર માર્ગો શોધી કાઢવા પડશે

 અમારે કોરોનાની વચ્ચે ઓલિમ્પિક્સ યોજવાના નવતર માર્ગો શોધી કાઢવા પડશે. મોરીએ જણાવ્યું હતું કે અમે હાલમાં ઓલિમ્પિક્સના આયોજન અને તેના આડે આવતી અડચણો દૂર કરવા પર કામ કરી રહ્યા છીએ. ટોકિયો ઓલિમ્પિક્સના આયોજકો અને આઇઓસી વચ્ચે મજબૂત સંબંધો છે. જાપાન સ્પોર્ટ્સ રિસર્ચ કમિશનની બેઠકના પ્રારંભ પહેલા મોરીએ આ વાત કહી હતી.

આ વર્ષે પણ ઓલિમ્પિક્સનું આયોજન મુલતવી રહી શકે છે

ગયા વર્ષે વિશ્વ સ્તરે કોરોના વાઇરસ ફેલાવવાના લીધે ઓલિમ્પિક્સ ૨૦૨૦નું આયોજન મુલતવી રાખવું પડયું હતું. તાજેતરમાં જાપાનમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કટોકટી જેવી સ્થિતિ છે ત્યારે તે વાતે વેગ પકડયો હતો કે આ વર્ષે પણ ઓલિમ્પિક્સનું આયોજન મુલતવી રહી શકે છે કે તેને રદ કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!