GSTV
India News Sports Trending ટોપ સ્ટોરી

Olympics: ગોલ્ફમાં આવશે ગોલ્ડ! જો આવુ થયું તો અદિતિ અશોકના ખાતામાં હશે મેડલ!

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે. સ્ટાર ગોલ્ફર અદિતિ અશોકે પોતાના પ્રદર્શનથી મેડલની આશા જગાવી દીધી છે, અદિતી અશોકે મહિલાઓના વ્યક્તિગત સ્ટ્રોક પ્લેના ત્રીજા રાઉન્ડ પછી બીજા સ્થાન પર છે.

અદિતિ પાસે ગોલ્ડ જીતવાની સુવર્ણ તક છે. જો ખરાબ વાતાવરણને કારણે શનિવારે (7 ઓગસ્ટ)ના ચોથા અને ફાઈનલ રાઉન્ડ ના થાય તો અદિતિને સિલ્વર મેડલ મળી શકે છે. ત્યારે બીજી તરફ જો ફાઈનલ રાઉન્ડ પૂરો થાય તો તે ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર હશે. 23 વર્ષની અદિતિ અશોક બેંગલોરની છે.

અદિતિ જો મેડલ જીતી જાય છે તો ભારતીય ગોલ્ફ માટે ઈતિહાસિક ક્ષણ હશે, ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકમાં ગોલ્ફમાં મેડલ જીત્યું નથી. પાંચ વર્ષ પહેલા સુધી તો અદિતિ અશોક ગોલ્ફના દિગ્ગજો સમય પસાર કરતા દેખાતી હતી. રિયો ઓલિમ્પિક-2016માં તે મહિલા ગોલ્ફ સ્પર્ધામાં સૌથી નાની ઉંમરની સ્પર્ધક હતી, હવે સમય બદલાઈ ગયો છે. અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તરફ છે.

આ ફક્ત ચોથી તક છે, જ્યારે ઓલિમ્પિકમાં ગોલ્ફ રમાઈ રહી છે. મહિલા વર્ગના ગોલ્ફ મુકાબલો બુધવારે કાસુમિગાસેકી કંટ્રી ક્લ્બમાં શરૂ થશે. પ્રથમ દિવસે સ્વીડનની મેડલિન સૈગસ્ટ્રોમે 66મું કાર્ડ રમી અને પ્રથમ સ્થાન પર રહી હતી. અદિતિ અશોકે પ્રથમ દિવસે 4 અંડર 67નું કાર્ડ રમી હતી. તે પ્રથમ દિવસ પછી અમેરિકાની નેલી કાર્ડોની સાથે સંયુક્ત રૂપે બીજા નબંરે હતી.

READ ALSO

Related posts

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV