GSTV

ભાજપમાં સામેલ થઈ શકે છે યોગેશ્વર દત્ત, કોમનવેલ્થ રમતમાં લહેરાવ્યો હતો ત્રિરંગો

ઓલમ્પિક પદક વિજેતા યોગેશ્વર દત્ત ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. અને આવતા મહિને થનારી વિધાનસભા ચૂંટણામાં ઉમેદવાર પણ બની શકે છે.

ભાજપનાં સૂત્રોએ બુધવારે જણાવ્યુ હતુકે, 2012ના ઓલમ્પિક રમતોમાં કાંસ્ય પદક વિજેતા દત્ત હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી લોકસભા ટિકિટનાં દાવેદાર પણ હતા. પાર્ટીનાં રાજ્ય એકમે તેમના નામની ભલામણ પણ કરી છે.

હરિયાણામાં રહેતા કુસ્તીબાજ બુધવારે અહીં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાને મળ્યા હતા અને તેમણે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી હતી.

દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા કૈલાશો સૈની બરાલાની હાજરીમાં અહીં હરિયાણા ભવનમાં ભાજપમાં જોડાયા હતા. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસનો કહેર:, કેસોની સંખ્યા સાડા પંદર લાખ નજીક પહોંચી, મૃત્યુઆંક ૯૦ હજાર પર પહોંચ્યો

pratik shah

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!