GSTV

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Last Updated on June 24, 2021 by Pravin Makwana

ભારતે જૂલાઈ-ઓગસ્ટમાં યોજાનારા ટોક્યો ઓલમ્પિકના 30 પહેલા પોતાનું ઓફિશિય ઓલમ્પિક થીમ સોન્ગ લોન્ચ કર્યુ છે. દિલ્હીના જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં થયેલા આ કાર્યક્રમમાં રમતગમત મંત્રી કિરન રિજિજૂ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભારીતય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ , મહાસચિવ, ઓલમ્પિક ટીમ સાથે જનારા અધિકારી પણ હાજર રહ્યા હતા. સિંગર મોહિત ચૌહાણે ‘લક્ષ્ય તેરા હૈ સામને’ નામથી આ ગીતને તૈયાર કર્યુ છે. પોતાના અવાજમાં પણ તેણે ગાયુ છે.

ઓલમ્પિક થીમ સોંગ ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ગીતના બોલ મોહિતની પત્નિ પ્રાર્થનાએ લખ્યા છે. આ ગીત લોન્ચ કરતી વખતે કિરન રિજિજૂએ કહ્યુ હતું કે, પ્રધાનમંત્રીનો વિચાર હતો કે આખો દેશ એક થઈને ટોક્યો ઓલમ્પિકમાં જઈ રહેલા ભારતીય ખેલાડીઓ ઉત્સાહ વધારે. આ વિચારને ધ્યાને રાખીને આ ગીતને તૈયાર કરવામા આવ્યુ છે.

ટોક્યો ઓલમ્પિક 23 જૂલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે યોજાશે. આ રમતમાં અત્યાર સુધીમાં 100થી વધારે ભારતીય ખેલાડીઓએ ક્વોલિફાઈ કર્યુ છે.

READ ALSO

Related posts

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!