GSTV

લાવો હવે લાવો / મોદીનો ઓલિમ્પિક્સમાં 10 મેડલનો વીડિયો વાયરલ, પીએમને તો બધુ જ એડવાન્સ હોય છે ખબર

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

ભારતનો ઓલિમ્પિક્સમાં દેખાવ રાબેતા મુજબ બહુ સાધારણ અને સ્પષ્ટ કહીએ તો શરમજનક છે. ઓલિમ્પિક્સ અડધો પતી ગયો. ભારતે અત્યાર સુધીમાં મીરાબાઈ ચાનુના સિલ્વર મેડલ સિવાય બીજો મેડલ જીત્યો નથી ત્યારે નરેન્દ્ર મોદીનો ૨૦૧૨નો જૂનો વીડિયો વાયરલ થયો છે.

MODI

સ્પોર્ટ્સમાં રસ ધરાવતા જવાનોને ટ્રેનિંગ અપાય તો ૫-૧૦ મેડલ તો આપણા જવાનો જ લાવી આપે

વીડિયોમાં મોદી કહે છે કે, ઓલિમ્પિક્સ થાય ત્યારે બધે ચર્ચા થાય છે કે આટલો મોટો દેશ હોવા છતાં એક પણ ગોલ્ડ મેડલ ન મળ્યો. મારો સવાલ છે કે, કદી પણ આપણે આ વાતને આપણી શિક્ષણ પધ્ધતિ સાથે જોડી ? યુવાઓને તક આપી ? શું ૧૨૦ કરોડનો દેશ મેડલ ના જીતી શકે ? આપણા લશ્કરના જવાનોને આ કામ સોંપાય, નવા ભરતી થતા અને સ્પોર્ટ્સમાં રસ ધરાવતા જવાનોને ટ્રેનિંગ અપાય તો ૫-૧૦ મેડલ તો આપણા જવાનો જ લાવી આપે.

લોકો સવાલ કરી રહ્યા છે કે, મોદીજી તમને ૯ વર્ષ પહેલાં ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની ફોર્મ્યુલા ખબર હતી તો તમારા શાસનમાં સાત વર્ષમાં આવેલા બે ઓલિમ્પિક્સમાં તેનો અમલ કેમ ના કર્યો?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચીનના આ અબજપતિએ એક જ વર્ષમાં 27 અબજ ડોલર ગુમાવ્યા, 500 અબજપતિઓના ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો

Damini Patel

તાલિબાનને IMFનો મોટો ઝટકો: નહીં કરે કોઇ આર્થિક મદદ, ફંડિંગ માટે મુકી આ શરત

Bansari

પ્રધાનમંડળની જેમ સચિવાલયમાં પણ નો-રિપીટ થિયરી, ખરડાયેલી છબી ધરાવતા અધિકારીઓને લઇ મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!