GSTV
Home » News » ભારત-ન્યૂઝીલેન્ડની સેમિ ફાઈનલ દરમિયાન ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ‘નો ફ્લાય ઝોન’

ભારત-ન્યૂઝીલેન્ડની સેમિ ફાઈનલ દરમિયાન ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ‘નો ફ્લાય ઝોન’

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલ દરમિયાન ઈંગ્લેન્ડે ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરી દીધો હતો. ટૂંકમાં આ મેચ દરમિયાન મેદાનની ઉપરથી ઉડવાની પરવાનગી કોઈ વિમાનને આપવામાં આવી નહતી. અગાઉ ભારત અને શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપની આખરી લીગ મેચ દરમિયાન આકાશમાં ઉડતાં વિમાનોની પાછળ વિવાદિત મેસેજ લખેલા જોવા મળ્યા હતા. જે પછી ભારતે કરેલી ફરિયાદને આધારે ઈંગ્લેન્ડના સત્તાધીશોએ આ નિર્ણય લીધો હતો. 

વર્લ્ડ કપમાં ભારતની આખરી લીગ મેચ ચાલી રહી હતી, ત્યારે સ્ટેડિયમની ઉપરથી પસાર થયેલા એક ખાનગી વિમાનની પાછળ ઉડતા મોટા બૅનરમાં લખવામાં આવ્યું હતુ કે, ‘હેલ્પ એન્ડ મોબ લિન્ચિંગ ઈન ઈન્ડિયા’. આ સિવાય ખાનગી વિમાન અન્ય એક એવું પણ બેનર લઈને પણ ઉડયું હતુ, જેમાં લખવામાં આવ્યું હતુ કે, ‘જસ્ટીસ ફોર પાકિસ્તાન’. આ પ્રકારના વિવાદિત બેનરો લઈને ઉડતા વિમાનો અંગે બીસીસીઆઇએ આઇસીસીને ફરિયાદ કરી હતી.

ભારતની મેચમાં આ પ્રકારના મેસેજ સાથે કોઈ ખાનગી વિમાન સ્ટેડિયમ પરથી ન ઉડે તેની તકેદારી રાખવા માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને જણાવવામાં આવ્યું હતુ, જેના પગલે તેમણે સ્થાનિક સત્તાધીશો સાથે વાતચીત કરી હતી અને એ સુનિશ્ચિત કર્યું હતુ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાનમાં સ્ટેડિયમ પરથી કોઈ વિમાન પસાર ન થાય. 

READ ALSO

Related posts

ઈમરાનખાન નવું પાકિસ્તાન બનાવવા ચાલ્યા હતા , પરંતુ એક વર્ષમાં તે લાવ્યા ગરીબી અને મોંઘવારી

Path Shah

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

Kaushik Bavishi

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!