GSTV

ખાસ વાંચો/ માર્ચ-એપ્રિલથી ચલણમાં નહી રહે 100 રૂપિયાની જૂની નોટો, RBIએ લીધો આ નિર્ણય

100

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સહાયક મહાપ્રબંધક (AGM) મહેશે ગુરુવારે 22 જાન્યુઆરીએ કહ્યું કે 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ આ ચલણી નોટો માર્ચ-એપ્રિલ સુધીમાં ચલણમાંથી બહાર થઇ જશે.

તેમણે જિલ્લા પંચાયતના નેત્રાવતી હૉલમાં ડિસ્ટ્રીક્ટ લીડ બેન્ક દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સુરક્ષા સમિતિ (DLSC) અને જિલ્લા સ્તરીય મુદ્રા પ્રબંધન સમિતિ (DLMC)ની બેઠક દરમિયાન આ અંગે માહિતી આપી.

10 રૂપિયાનો સિક્કો રજુ કર્યાને 50 વર્ષ થયાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મોટાભાગના વેપારીઓ અને ધંધાર્થીઓ હવે 10 રૂપિયાના સિક્કા નથી સ્વીકારી રહ્યા જેને લીધે બેંકો અને આરબીઆઇ માટે સમસ્યાઓ ઉભી થઇ રહી છે અને બેંકમાં સિક્કાઓનું ભારણ વધી રહ્યું છે.

તેમણે 10 રૂપિયાના સિક્કાના નિકાલ, 10 રૂપિયાના સિક્કા હવે માન્ય નથી રહ્યા હોવાની અફવાહોને પહોંચી વળવા અને સિક્કાઓ નકલી નથી પરંતુ હજુ પણ માન્ય છે તેવી લોકજાગૃતિ માટે કોઈ રચનાત્મક રસ્તા અંગે પણ સવાલ પણ કર્યો છે.

માર્ચના અંત સુધી સંપૂર્ણ રીતે પરત લઇ લેવામાં આવશે 100ની નોટ

100

જૂની સીરીઝ વાળી 100 રૂપિયાની ચલણી નોટ માર્ચના અંત સુધી સંપૂર્ણ રીતે પરત લઇ લેવામાં આવશે. આ નોટ પાછલા 6 વર્ષોથી પ્રિન્ટ કરવામાં આવી છે. જો કે RBIનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ધ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.

સરકાર બંધ નહી કરે 2000ની નોટો છાપવાનું

2000ની નોટ બંધ થવાને લઈને ઘણીવાર ચર્ચાઓ ચાલી છે. સરકારે આ બાબતે તો ખુલાસો કરવો પડ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસને કોઈ માંગ પત્ર મોકલ્યો ન હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે, સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે.

27 લાખથી વધુ નોટ સર્કુલેશનમાં

નાણાં રાજ્ય પ્રધાને પણ એ માહિતી આપી હતી કે, 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 ચલણી નોટો ફરતી થઈ છે. 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 ચલણી નોટનો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે લોકડાઉન લાદવાના કારણે નોટોનું છાપકામ થોડા સમય માટે બંધ કરાયું હતું. જોકે, આ પ્રિંટિંગ પ્રેસમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.

લોકડાઉનમાં પ્રભાવિત રહી નોટની છાપણી

જણાવી દઈએ કે, ભારતીય રીઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડમાં 23 માર્ચ 2020થી લઈને 3 મે 2020 સુધી નોટનું છાપકામ બંધ હતુ. 4મે પહેલા અહીંયા પર કામ શરૂ થઈ ગયુ હતુ. સિક્યોરિટી પ્રિંટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ (SPMCIL)માં પણ કેટલાક સમય માટે નોટનું છાપકામ બંધ રહ્યુ છે. SPMCIL ના નાસિક અને દેવાસ સ્થિત પ્રેસ લોકડાઉન દરમિયાન બંધ હતુ.

Read Also

Related posts

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો

Pravin Makwana

ગજબ! ગરીબીને અમીરીમાં બદલી નાખશે જો આવશે આ 5 સપનાં, રાતોરાત થવા લાગશે રૂપિયાનો વરસાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!