GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

ક્વોરન્ટાઈન

કોરોના(Corona) વાયરસના લઈને સમગ્ર દેશમાં લોકડાઉન(Lockdown)ને પગલે ઘણી જગ્યાએ અજીબોગરીબ પરિસ્થિતિ પેદા થઈ છે. શહેરી વિસ્તારોમાં ગરીબ મજૂરોએ વતનની વાટ પકડી લીધી હતી. તો ઘણાં લોકોને વતનમાં ગયા પછી ગામમાં પ્રવેશ પણ મળ્યો નથી. ઘણાં લોકોએ ગામના ગામ કોરન્ટાઈન કરી દીધા છે. લોકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સ માટે પોતાની જાતને જ્યાં હોય ત્યાં જ કોરન્ટાઈન કરી લીધા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક વૃદ્ધને ગામ લોકોએ ગામમાં ન આવા દેતાં ત્યારે તેઓએ પોતાને 14 દિવસ માટે બોટ ઉપર જ કોરન્ટાઈન કરી દીધા છે.

ક્વોરન્ટાઈન

ગામમાં ન મળ્યો પ્રવેશ

પશ્ચિમ બંગળાના નાદિયા જિલ્લાના નબાદ્વિપના આ વડિલ પોતાના કોઈ સંબંધીને મળવા માટે હબિબપુર ગયા હતા. ત્યાંથી પાછા આવતા તેમને તાવ જેવી સ્થિતિ હતી. જ્યારે ગામમાં ખબર પડી કે વૃદ્ધને તાવ છે તો તેમને ગામમાં પ્રવેશ ન કરવા દીધો. તે પછી ગામના જ ડોક્ટરે વડિલને કહ્યું કે તમારે સેફ ડિસ્ટન્સ રાખવા 14 દિવસ પોતાની જાતને કોરન્ટાઈન કરી લો.

ક્વોરન્ટાઈન

નાવડી પર જ રહેવાનું કરી દીધુ શરૂ

તે પછીથી વડિલે ગામની બહાર જ નદીના તટ પર રહેલી પોતાની નાવડી ઉપર જ રહેવાનું ચાલુ કરી દીધું. હવે તે પોતાનો કોરન્ટાઈનનો સમય પૂર્ણ કર્યા પછી જ ગામમાં જશે. તેને ખબર છે કે કોરોના કેવી ભયંકર બિમારી છે. તે નથી ઈચ્છતા કે તેમને લઈને ગામને કે પછી કોઈ વ્યક્તિઓને કોરોનાને કારણે નુકસાન ન થવું જોઈએ.

નબાદ્વિપના વડિલે પોતાની નાવડી ઉપર જ રહેવાનું ચાલુ કરી દીધું છે. દૈનિક ક્રિયા બાદ ખાવા પિવાનું પણ નાવ પર જ કરે છે. તેમના ઘરેથી ખાવા પિવાનું આવે છે પરંતુ તે દૂરથી જ એમને આપવામાં આવે છે.

Read Also

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel

મુંબઈમાં પ્રવાસીઓ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નહીં જઈ શકે, એક સપ્તાહથી ઓછુ રોકાવું હશે તો નહીં કરાય ક્વોરંટિન

Mansi Patel

ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર, હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!