GSTV

જુનું Gold અને ઘરેણાં વેચવા પર પણ ચુકવવો પડશે GST? જાણો શું છે હકિકત

Gold

સોના (Gold)ની કિંમતોમાં થયેલા ઘટાડા બાદ જો તમે જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ ખબર તમારા માટે ખૂબ મહત્વની છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ જુની જ્વેલરી અને સોનું વેચવા પર જીએસટી લાગી શકે છે. કેરળના નાણામંત્રી થોમસ ઈસાકે શુક્રનારે જણાવ્યું કે રાજ્યોના નાણામંત્રીના એક સમૂહમાં જુના સોના અને આભુષણોના વેચાણ પર ત્રણ ટકા GST લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સહમતિ બની ચુકી છે. આવો જાણીએ કે સોનું ખરીદવા અને વેચવા પર કેટલો ટેક્સ ચુકવવો પડે છે.

સોના (Gold) ની જ્વેલરી પર કેટલો લાગે છે ટેક્સ?

સોનાની કિંમત બજારમાં જ્વેલરીના વજન અને કેરેટના હિસાબથી લગાવવામાં આવે છે. પરંતુ સોનાની જ્વેલરી ખરીદવા પર તેની કિંમત અને મેકિંગ ચાર્જ પર 3 ટકાનો GST લાગે છે. જ્વેલરીનું પેમેન્ટ તમે કોઈ પણ ગમે તે રીતે કરો પરંતુ 3 ટકા GST તમારે ચુકવવાનું રહેશે.

Gold

વેચવા પર કેટલો લાગે છે ટેક્સ?

કદાચ જ લોકો જાણતા હશે કે સોનાનું ખરીદવાની સાથે જ સોનું વેચવા પર પણ ટેક્સ લાગે છે. વેચતી વખતે એ જોવામાં આવે છે કે જ્વેલરી તમારી પાસે કેટલા સમયથી પડી છે કારણ કે તે સમયગાળાના હિસાબથી તેના પર ટેક્સ લાગુ થાય છે. સોના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન (STCG) અને લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG) ટેક્સ ચુકવવાનો રહેશે.

સોના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ત્યારે લાગશે જ્યારે ખરીદની તારીખથી 3 વર્ષની અંદર તમે જ્વેલરી વેચી નાખો છો. STCGના નિયમો અનુસાર ટેક્સ ચુકવવાનો રહેશે. જ્વેલરી વેચવા પર તમને જેટલી કમાણી થઈ છે તેની કમાણી પર ઈનકમ ટેક્સ સ્લેબના હિસાબથી ટેક્સ કાપવામાં આવશે.

Gold

3 વર્ષ અથવા તેનાથી વધારે જુની જ્વેલરી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન LTCGના હિસાબથી ટેક્સ ભરવાનો રહે છે. LTCGના અનુસાર ટેક્સનો દર 20.80 ટકા રહેશે. ગયા બજેટમાં જ  LTCG પર સેસ 3 ટકા વધારીને 4 ટકા કરવામાં આવ્યો છે. ટેક્સના દરમાં સેસ શામેલ છે. જોકે તેના પહેલા સુધી સોનું વેચવા પર 20.60 ટકા LTCG લગતો હતો.

Read Also

Related posts

નીતિશ કુમારને જેલભેગા કરીશ : ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે બગડી ગયા છે સંબંધો, ભાજપના પ્રયાસો નિષ્ફળ

Ankita Trada

સુશાંત કેસમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પ્રથમવાર ખૂલીને બોલ્યા, ભાજપને આપ્યો આ પડકાર

Bansari

નવી જાહેરાત નિયમન લાવવાની તૈયારીમાં IRDA , રેગુલેશનમાં ફેરફારનો આપ્યો પ્રસ્તાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!