GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

IND Vs BAN: ‘જબરા ફેન’ તો આને કહેવાય, બાંગ્લાદેશની ટીમને ચિયર કરી રહેલા આ વૃદ્ધને જોઇને દિલ ખુશ થઇ જશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝની બીજી મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ ખાતે રમાઇ. આ દરમિયાન મેદાનમાં ભારતીય ફેન્સ સહિત બાંગ્લાદેશના ફેન્સ પણ પહોંચ્યા. આ દરમિયાન બાંગ્લાદેશના એક વૃદ્ધ ફેને સૌનું ધ્યાન આકર્ષ્યુ. આ બાંગ્લાદેશી ફેન મેચ દરમિયાન પોતાની ટીમ માટે પૂરતા જોશ સાથે ચિયર્સ કરતાં નજરે આવ્યા.

આ બાંગ્લાદેશી સાથે જ રાજકોટમાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન રામ બાબૂ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ફેન સુધીર કુમાર ગૌતમ પણ સ્ટેડિયમમાં જોવા મળ્યાં. આ મેચમાં જ્યાં ભારતનો ઉદ્દેશ બાંગ્લાદેશને હરાવીને સીરીઝમાં બરાબરી કરવાનો છે. સાથે જ બાંગ્લાદેશનું ફોકસ કોઇપણ રીતે આ મેચમાં જીત હાંસેલ કરીને સીરીઝમાં અજેય લીડ મેળવવા પર હતુ.

અહીં ખંઢેરી સ્ટેડિયમ પર બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 મેચમાં રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ સાથે 43 બોલમાં 85 રનની આક્રમક વિજયી બેટિંગ રમીને એવો માહોલ સર્જ્યો હતો કે રાજકોટમાં ‘મહા’ વાવાઝોડાની જગ્યાએ જાણે રોહિત શર્માની બેટિંગ ત્રાટકી હોય. મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ તેની 100મી આંતરરાષ્ટ્રીય ટી-20ને યાદગાર બનાવતા 6 ચોગ્ગા અને 6 છગ્ગાની વિસ્ફોટ બેટિંગ રમી હતી જેમાં મોસાડેક હોસેનની એક ઓવરના પ્રથમ ત્રણ બોલને સતત ત્રણ છગ્ગા તેણે ફટકાર્યા હતા. ભારતે જીતવા માટેનો 154 રનનો પડકાર માત્ર 15.4 ઓવરોમાં 2 વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

રાજકોટના ક્રિકેટ ચાહકોને ભારતની કિફાયતી બોલિંગ બાદ આતશબાજી જેવી બેટિંગ માણવા મળી હોઇ તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠો ‘મહા’ વાવાઝોડાની અસર હેઠળ વરસાદ પણ પડે અને મેચ ધોવાઇ જાય કે પૂરેપૂરી ના રમાય  તેવી ગઇકાલ સુધી આશંકા હતી.તેની જગ્યાએ પૂરેપૂરી અને ભરપૂર મનોરંજન સાથેની મેચ ચાહકોને માણવા મળી હતી. ભારતે ત્રણ ટી-20ની પ્રથમ મેચમાં નવી દિલ્હીમાં પરાજય સહન કરવો પડયો હતો. પણ આજે જીતી જતા શ્રેણી 1-1થી સરભર થતા હવે ત્રીજી નિર્ણાયક મેચજે 10 નવેમ્બરે રમાનાર છે તે રોમાંચક બનશે.

ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. બાંગ્લાદેશના ઓપનર લિન્ટેન દાસે 21 બોલમાં 29 અને નઇમે 31 બોલમાં 36 રનની ઇનિંગ સાથે 7.2ઓવરોમાં 60 રનની ભાગીદારી નોંધાવતા એવું લાગતું હતું કે બાંગ્લાદેશ ભારતને 170 જેટલો ટાર્ગેટ તો આપશે જ.પણ વોશિંગ્ટન સુંદર ચાર ઓવર 25 રન 1 વિકેટ અને ચહલે ચાર ઓવરોમાં 28 રન આપી બે વિકેટ ઝડપતા બાંગ્લાદેશનો મિડલ ઓર્ડર નિયંત્રણમાં આવી ગયો હતો. મિડિયમ પેસર ચહરે પણ ચાર ઓવરમાં 25 રન આપી 1 વિકેટ લીધી હતી. એકંદરે ભારતની મિડલ ઓવરો અને અંતિમ ઓવરો પ્રભાવી રહી હતી.

ભારતનો ફાસ્ટ બોલર ખલીલ અહમદ ચાર ઓવરમાં 44 રન આપી ખર્ચાળ પુરવાર થયોહતો. બાંગ્લાદેશ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા તેઓએ મેચ પરની પકડ ગુમાવી હતી.ઓપનર નઇમ 36 રન સાથે બાંગ્લાદેશનો સર્વાધિક સ્કોરર રહ્યો હતો. સૌમ્ય સરકાર 21બોલમાં 30, કેપ્ટન મહમુદુલ્લાહ 21 બોલમાં 30 રન નોંધાવી શક્યાપણ કોઇ બેટસમેન મોટી ઇનિંગમાં રૂપાંતરિત નહોતા કરી શક્યા જે તેઓને ભારે પડયું.

બાંગ્લાદેશનો સ્ટાર બેટસમેન મુશફિકર રહીમ માત્ર ચાર રને નિર્ણાયક સમયે જ ચહલનો શિકાર થતાં બાંગ્લાદેશ મોટો પડકાર નહીં સર્જી શકે તે નિશ્ચિત બન્યું હતું. 154 રનનો પડકાર ઝીલવા ઉતરતા અગાઉ ચાહકોને એવી આશંકા હતી ભારત પ્રથમ ટી-20 જેમ નિસ્તેજ રમશે નહીં ને.પણ ભારતના ઓપરનો રોહિત શર્મા અને શિખર ધવને (31) અને વિશેષ કરીને રોહિત શર્માએ પ્રારંભથી જ બાંગ્લાદેશના બોલરો ક્લબ કક્ષાના હોય તેમ ક્રીઝમાં બહાર આવીને ફટકારવાનું ચાલુ કરતા એવું નિશ્ચિત બની ગયું હતું કે રોહિત શર્મા એકલા હાથે ભારતને જીતાડશે અને તે પણ બાંગ્લાદેશને કચડી નાંખીને.રોહિત-ધવનની ભાગીદારીએ તરત જ મેચને એકતરફી બનાવી દીધી હતી. રોહિત શર્મા અને શિખર ધવને 10.5 ઓવરોમાં જ 118 રનની ભાગીદારી નોંધાવી ચાહકોને ગેલમાં લાવી દીધા હતા.

બાંગ્લાદેશના બોલરોએ ભારતની ઈનિંગ અગાઉ આ હદે આક્રમણ થશે તેવી કલ્પના નહીં કરી હોઈ તેઓ મેદાન પર ડઘાઈ ગયેલા અને હતપ્રત જણાતા હતા. પાંચ ઓવરની ભારતની બેટિંગ જે રીતે થઈ તેના પરથી લાગતું હતું કે કોઈ ચમત્કાર  બાંગ્લાદેશ તરફથી થાય તેમ નથી.બાંગ્લાદેશના ફાસ્ટ બોલર શફીઉલ ઈસ્લામે બે ઓવરમાં 23 તો એમ હોસેને 1 ઓવરમાં 21 રન આપ્યા હતા. એક માત્ર અઝીનુલા ઈસ્લામે ચાર ઓવરોમાં 29 રન જ આપી બંને વિકેટો ઝડપી હતી.રાહુલ 9 બોલમાં 7 રને આણનમ રહ્યો હતો પણ શ્રેયસ  ઐયરે 10 બોલમાં ત્રણ ચોગ્ગા, 1 છગ્ગો ફટકારી અણનમ 21 રનની ઈનિંગ રમતા રોહિત શર્માનો મિજાજ આગળ ધપાવી પ્રેક્ષકોને છેલ્લે છેલ્લે પણ મનોરંજન પુરૂ પાડયું હતું. રાજકોટના ક્રિકેટ ચાહકોને નવા વર્ષની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ધમાકેદાર રમત જોવા મળી હતી.

પ્રત્યેક પાંચ ઓવર

ઓવરબાંગ્લાદેશભારત
541/048/0
1078/1113/0
15112/4151/2
20153/6 

પ્રત્યેક 50 રન

રનબાંગ્લાદેશભારત
505.45.2
10012.39.2
15019.414.5

Read Also

Related posts

રણબીર કપૂરને કારણે બની રણવીર સિંહની કારકિર્દી, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

Arohi

સરકારે બદલી નાખ્યો છે PPFનો આ નિયમ, ગ્રાહક આ રીતે ઉઠાવી શકે છે આ ખાસ સુવિધાનો લાભ

Arohi

15 કરોડના ગોલ્ડ સ્મલિંગનો રેલો કેરળના સીએમઓ સુધી પહોંચ્યો : એક આઈએએસ ઓફિસરને હટાવાયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!