GSTV
Gujarat Government Advertisement

એક એવુ મંદિર જ્યાં દિકરા માટે નહીં પણ દિકરી માટે રાખે છે માનતા, આસ્થા માટે ભક્તો રગળે છે નાક

Last Updated on October 24, 2020 by Pravin Makwana

આપણા દેશમાં મોટા ભાગે એવુ જોવા મળતુ હોય છે કે, લોકો દિકરા માટે થઈને કેટલીય માનતા અને બાધાઓ રાખતા હોય છે. જ્યારે બહુ ઓછા લોકો હોય છે જે દિકરીઓ માટે માનતા રાખતા હોય છે. વળી 21મી સદીમાં પણ કન્યા ભ્રૂણ હત્યા એક સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ઝારખંડના બોકારોમાં એક એવુ પણ મંદિર છે, જ્યાં લોકો લાંબી લાઈનો લગાવીને માતાના દર્શન કરવા આવી રહ્યા છે. દેવીમાના દર્શન કરતા સાથે સાથે અહીં તેઓ માથુ નમાવુ છે અને અહીં એક એવી પરંપરા છે કે, જો આ મંદિરમાં દેવીમાની સામે નાક રગળવામાં આવે તો દિકરીનો જન્મ થાય છે.

આ મંદિર બોકારોના ચાસ બ્લોકના ચાકુલિયા ગામમાં આવેલુ છે. ગામમાં માતાનું 170 વર્ષ જૂનૂ મંદિર છે. લોકોમાં આ મંદિરને લઈને ગર્વ અને વિશ્વાસ ભરેલો છે. અસંખ્ય લોકો અહીં પૂજા અને અર્ચના કરવા માટે આવે છે. દર વર્ષે ગામમાં દુર્ગાપૂજાની શરૂઆત 150 વર્ષ જૂના તાંબાના લોટામાં ઘટ સ્થાપના કરે છે. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યુ હતું કે, અહીં વર્ષ દરમિયાન લોકો આવતા જ રહે છે. જો કે, નવરાત્રિના સમયમાં તો અહીં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. લોકો અહીં પ્રાર્થના કરી દિકરી જન્મ માટે માનતા માને છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પૂર્ણ રાજ્ય/ પીએમઓમાંથી ફોન જતાં મહેબૂબા તૈયાર થયાં, કાશ્મીરમાં મોદી સરકાર ભરી શકે છે પારોઠનાં પગલાં

pratik shah

સુપર વેક્સિન/ કોરોના ફેમિલીના તમામ વેરિએન્ટને આપશે માત, સેકન્ડ જનરેશન વેક્સિન કરશે ચમત્કાર

pratik shah

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!