GSTV

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

મહિલાઓને ઘરથી બહાર સારામાં સારી સુવિધાઓ આપવા માટે પુણેમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીંયા જૂની બસોને મહિલા ટોયલેટ બનાવી દીધા છે. જેમાં મહિલા ટોયલેટ, વોશરુમ સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે.

ઉલ્કા સદાલકર અને રાજીવ ખેર દ્વારા શરૂઆત કરવામાં આવેલા આ પ્રોજેક્ટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 12 જૂની બસોને આવી રીતે તૈયાર કરી પિંક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. આ ટોયલેટ્સને ટીઆઈ ટોયલેટ નામ આપવામાં આવ્યું છે.

આ જૂની બસોમાં મહિલાઓ ફક્ત પાંચ રૂપિયામાં ટોયલેટની સુવિધા આપવામાં આવે છે. આ જૂની બસોમાં ટોયલેટની સાથે સાથે વોશરૂમ, બાળકોને દૂધ પિવડાવવા માટે ફીંડીગ રૂમની પણ સુવિધા આપવામાં આવ્યા છે.આ ઉપરાંત મહિલાઓ અહીં ડાયપર અને સેનિટરી પૈડ પણ ખરીદી શકે છે. આ ટોયલેટમાં એક અટેંડેંટ પણ હાજર રહે છે.

આ તાઈ ટોયલેટની ઉપર સોલર પૈનલ લગાવેલી છે, જેનાથી અહીં જોઈએ તેટલી વિજળી પણ મળી રહે છે. અત્યાર સુધીમાં 12 એવી જૂની બસોને બદલીને પિંક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. આ ટોયલેટનો દરરોજ 200 જેટલી મહિલાઓ લાભ લઈ રહી છે.

READ ALSO

Related posts

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

સ્પેન અને ઇટલીમાં કોરોના બેકાબૂ : એટલા કેસો અને મોતના આંક છે કે હોસ્પિટલો પડી રહી છે ઓછી

Karan
Do NOT follow this link or you will be banned from the site!