GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયેલો છે. જેમાં જમાલપુર દરવાજાથી શરૂ થઈ રાયખડ, ખાનપુર, શાહપુર, દરિયાપુર, કાલુપુર, સારંગપુર, રાયપુર અને આસ્ટોડિયા દરવાજા સુધીના વિસ્તારો સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે.

એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF-SRPFની ટુકડીઓ તૈનાત

ખાસ કરીને કોટ વિસ્તારની અંદરના ભાગમાં એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF-SRPFની ટુકડીઓ તૈનાત કરાઇ છે. અહીં ચેકપોસ્ટ દ્વારા હેલ્થનું કડક ચેકિંગ કરાયું છે.આ સ્થિતિમાં જૂના અમદાવાદ શહેરમાં રહેતી લગભગ 29 લાખની વસ્તી એક રીતે કોર્ડન થઈ ચૂકી છે. અમદાવાદનો સમગ્ર કોટ વિસ્તાર 12 દરવાજાની અંદર આવેલો છે. આમાં પૂર્વના જમાલપુર દરવાજાથી શરૂ કરીએ તો ત્યાંથી રાયખડ દરવાજા, ખાનપુર દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, પાંચકુવા દરવાજા, સારંગપુર દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજાની અંદરનો કોટ વિસ્તાર કોર્ડન કરેલો છે.

  • કોટ વિસ્તાર કિલ્લેબંધીમાં ફેરવાયો
  • રાયખડ, ખાનપુર, શાહપુર, દરિયાપુર, કાલુપુર
  • સારંગપુર, રાયપુર, આસ્ટોડિયા દરવાજા સુધીના વિસ્તારો સંપૂર્ણ બંધ
  • કોટ વિસ્તારના એન્ટ્રી એિGઝટ પોઇન્ટ પર આરએએફ-એસઆરપી તૈનાત
  • ચેક પોસ્ટ પર હેલ્થનું કડક ચેકિંગ
  • અંદાજે ૨૯ લાખની વસતિ કરાઇ કોર્ડન
  • અડધું અમદાવાદ બફર ઝોનમાં

29 લાખની વસ્તી બફર ઝોનમાં

જૂના અમદાવાદની વસતિ 29 લાખની છે, જે આખા અમદાવાદની 58 લાખની અંદાજિત વસતિનો અડધો ભાગ છે. આમ, હાલ અડધું અમદાવાદ બફર ઝોનમાં છે, જેમાં 6 વિસ્તારમાં કલસ્ટર ઝોન બનાવી 14000થી વધુ લોકોને ક્વોરેન્ટીન કરાયા છે.

READ ALSO

Related posts

ગુજરાતીઓ છે નસીબવંતા, આ 8 ભયંકર ચક્રવાતોએ કરી છે કોશિષ પણ ગુજરાત સુધી નથી પહોંચી શક્યા, નિસર્ગના પણ થયા એવા જ હાલ

Arohi

નિસર્ગ વાવાઝોડાના પગલે ભાવનગર તંત્ર એલર્ટ, NDRF,108, SDRFની ટીમ સ્ટેન્ડબાય

Arohi

દ્વારકા-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના હજારો મંદિરો ખોલવાની તૈયારી, ભક્તો દર્શન તો કરી શકશે પરંતુ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!