GSTV

દેશના નવા ચાન્સેલર તરીકે સત્તા સંભાળશે ઓલેફ શોલ્ઝ, જર્મનીમાં મર્કેલ યુગનો અંત

Last Updated on November 25, 2021 by Vishvesh Dave

દેશના નવા ચાન્સેલર તરીકે ઓલેફ શોલ્ઝ સત્તા સંભાળશે- જર્મનીમાં મર્કેલ યુગનો અંત લાવવા ત્રણ પક્ષો વચ્ચે સમજૂતિ- નવી ગઠબંધન સરકારની રચના માટે સોસિયલ ડેમોક્રેટ્સ, ફ્રી ડેમોક્રેટ્સ અને ગ્રીન પાર્ટીએ હાથ મિલાવ્યા

Olaf Scholz: The unlikely savior of Germany′s SPD | Germany | News and  in-depth reporting from Berlin and beyond | DW | 27.09.2021

જર્મનીમાં ગઠબંધન સરકારની રચના માટે દેશના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સમજૂતિ થઇ ગઈ હતી. આ ત્રણ પક્ષોની બનેલી યુતિ સરકાર દેશની સત્તા સંભાળશે તે સાથે જ દેશમાં છેલ્લા ઘણાં વર્ષોથી ચાલ્યા આવતા ચાન્સેલર એન્જેલા માર્કેલના યુગનો અંત આવી જશે એમ જર્મનીના ચાન્સેલરપદના સર્વમાન્ય ઉમેદવાર ઓલેફ શોલ્ઝનું માનવું છે.


મધ્યમ માર્ગી ડાબેરી વિચારધારા ધરાવતા સોસિયલ ડેમોક્રેટ્સ પક્ષના નેતા શોલ્ઝે કહ્યું હતું કે નવી સરકાર નાના રાજકીય લક્ષ્યાંક હાંસલ કરવાને બદલે ખુબ મોટો પ્રભાવ પડે એવું રાજકરણ ખેલીને મોટા લક્ષ્યાંક હાંસલ કરશે. તેમણે તેમની ભાવિ સરકારની વિદેશ નીતિની ચાવીરુપ પ્રાથમિકતાઓમાં યુરોપના સાર્વભૌમત્વ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો અને ફ્રાન્સની સાથે મિત્રતા, અમેરિકા સાથે ભાગીદારીને ગણાવી હતી. યાદ રહે કે જર્મની બીજા વિશ્વયુદ્ધ બાદ સતત આ જ નીતિ અપનાવતું આવ્યું છે જેને નવા ચાન્સેલર પણ ચાલું જ રાખવા માંગે છે.


શોલ્ઝે કહ્યું હતું કે તેમને આશા છે કે ત્રણ પક્ષો વચ્ચે થયેલી સમજૂતિને તમામ રાજકીય નેતાઓ આગામી દસ દિવસમાં મંજૂરી આપી દેશે.


ઉલ્લેખનીય છે કે જર્મનીની તાજેતરમાં યોજાઇ ગયેલી સામાન્ય ચૂંટણીમાં કોઇપણ પક્ષને બહુમતિ મળી નહોતી અને ત્રિશંકુ સંસદની રચના થઇ હતી. શોલ્ઝની સોસિયલ ડેમોક્રેટ પાર્ટી છેલ્લા કેટલાંય દિવસોથી પર્યાવરવાદી ગ્રીન પાર્ટી સાથે વાટાઘાટો ચલાવી રહી હતી. તે ઉપરાંત તેણે મુડીવાદી અને ઉદ્યોગોની તરફેણ કરતી ફ્રી ડેમોક્રેટ્સ પાર્ટી સાથે પણ વાટાઘાટો ચલાવી હતી, અને છેવટે ત્રમ પક્ષોએ દેશની સરકારના સૂત્રો સભાળી લેવા સમજૂતિ કરી લીધી હતી. આગામી ૬ ડિસેમ્બરે જર્મનીની સંસદના સત્રમાં નવી સરકાર અને નવા ચાન્સેલરને બહુમતી મળે ત્યારબાદ ત્રમ પક્ષોની યુતિ સરકાર અસ્તિત્વમાં આવશે અને તે સાથે જ દેશમાંથી મર્કેલ યુગનો અંત આવી જશે.

ALSO READ

Related posts

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર/ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!