GSTV
Gujarat Government Advertisement

ભારત માટે OLA એ બનાવ્યો મોટો પ્લાન, હવે આ સેક્ટરમાં પ્લાન્ટ લગાવવાની તડામાર તૈયારી

Last Updated on November 22, 2020 by Ankita Trada

એપ આધારિત કેબ સેવા પ્રદાતા કંપની OLA આગામી વર્ષે જાન્યુઆરીમાં ઈલેક્ટ્રિક બાઈકને લોન્ચ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની પોતાનું પ્રથમ ઈ-સ્કૂટર જાન્યુઆરી 2021 સુધી બજારમાં હાજર કરી શકે છે. શરૂઆતમાં આ ઈલેક્ટ્રીક સ્કૂટરને નેધરલેન્ડ સ્થિત સંયંત્રમાં મેન્યુફેક્ચર કરવામાં આવશે. ફરી તેને ભારત અને યૂરોપમાં બજારમાં વેચવામાં આવશે.

દેશમાં લાગશે આ પ્લાંટ

કંપની આત્મનિર્ભ ભારત હેઠળ દેશમાં પણ પોતાનો પ્લાંટ લગાવવાનું વિચારી રહી છે. તેનાથી દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની આપૂર્તિ થવામાં સરળતા રહેશે. E Scooter ની કિંમત દેશમાં હાજર પેટ્રોલ સ્કૂટરથી પ્રતિસ્પર્ધી હોવાની આશા છે. કંપની દેશા બે કરોડ દ્વિચક્રી વાહન વેચાણ બજારમાં મોટી ભાગીદારી મેળવવાનો લક્ષ્ય લઈને ચાલી રહી છે.

Etergo નું કર્યુ હતુ અધિગ્રહણ

મે મહિનામાં OLA એ એમ્સરર્ડમ સ્થિત એટેર્ગો બીવી (Etergo) ના અધિગ્રહણની જાહેરાત કરી હતી. OLA ઈલેક્ટરિક મેન્યુફેક્ચરિંગ (Oem) ના સંસ્થાપર ભાવિશ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે Etergo ના અધિગ્રહણથી ઓઈએમની એન્જીનિયરિંગ અને ડિઝાઈન ક્ષમતાઓમાં વધારો થશે. એર્ટર્ગોએ પૂર્ણ રીતે ઈલેક્ટ્રીક એપ સ્કૂટરનો વિકાસ કર્યો છે. જેમાં સ્નેપેબલ બેટરીનો વપરાશ હોય છે અને 240 કિલોમીટર સુધીની સ્પીડ આપે છે. અગ્રવાલે કહ્યુ કે, મોબિલિટીનું ભવિષ્ય ઈલેક્ટ્રિક છે અને કોવિડ-19નો પ્રકોપ ઓછો થયા બાદ વૈશ્વક સ્તર પર ઈલેક્ટ્રિક વાહનની માગ તેજીથી વધશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થયો ઘટાડો, છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કેસો થયા સ્ટેબલ: સીએમ રૂપાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!