GSTV

OLA દેશના આ શહેરમાં ખોલશે નવુ ટેક સેન્ટર, 1 હજાર એન્જીનિયરોને આપશે જોબ

ઓનલાઈન કેબ બુકિંગની સર્વિસ આપનારી કંપની Ola એ પુણેમાં એક નવું ટેકનોલોજી સેન્ટર સ્થાપિત કરવા અને આગામી કેટલાક વર્ષોમાં લગભગ 1 હજાર એન્જીનિયરોને નિયુક્ત કરવાની યોજના બનાવી છે.

OLA નું દેશમાં આ બીજી ટેકનોલોજી સેન્ટર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નવુ કેન્દ્ર Ola એ ભારતમાં અને અન્ય દેશમાં બિઝનેસ માટે જરૂરી તકનીકી ઉકેલમાં મદદ કરશે. મોબાઈલ એપ્લિકેશન આધારિત ટેક્સી સર્વિસ કંપની Olaની આ બીજી ટેકનોલોજી કેન્દ્ર હશે. બેંગલુરુમાં એક કેન્દ્ર પહેલેથી કાર્યરત છે.

ત્રિમાસિકના અંત સુધીમાં ચાલુ થઈ જશે

Ola ના પ્રવક્તાએ આ વિશે સંપર્ક કરવા પર વિગતો આપવાની ના પાડી છે, પરંતુ આ યોજનાને જાણનાર એક વ્યક્તિએ કહ્યુ છે કે, પુણે કેન્દ્ર આ ત્રિમાસિકના અંત સુધીમાં ચાલુ થઈ જશે. તે વ્યક્તિએ કહ્યુ છે કે, આ કેન્દ્રમાં ત્રણ વર્ષમાં તકનીકીમાં કુશળ 1 હજાર લોકોને નોકરી મળી શકે છે. OLa ના 4 હજાર કર્મચારી છે. તેમાથી 1,500 લગભગ એન્જીનિયર છે. Olaએ છેલ્લા વર્ષે જૂનમાં અમેરિકાના સાન ફ્રંસિસ્કો વિસ્તારમાં એક એડવાંસ ટેક સેન્ટર શરૂ કર્યુ હતુ.

Uber ભારતમાં 140 એન્જીનિયરોને આપશે નોકરી

તો Ola સિવાય Uber દેશમાં 140 એન્જીનિયરોની ભરતી કરી રહી છે. આ કંપનીની બેંગલુરુ અને હૈદરાબાદ સ્થિત ટેકનીત ટીમનો ભાગ હશે. આ કર્મચારી મોટરસાઈકિલ ચાલક, ડ્રાઈવરોની વૃદ્ધિ, આપૂર્તિ, બજાર, ગ્રાહક સેવા, ડિજિટલ ચૂકવણી, જોખમ અને અનુપાલન, સુરક્ષા અને નાણાકીય તકનીકીના ક્ષેત્રમાં અત્યાધુનિક ઉત્પાદનોનો વિકાસ કરશે. ભારતીય બજારમાં અમેરિકન કંપની ઉબેર સ્થાનિક કંપની ઓલા સાથે સ્પર્ધા કરે છે. કંપનીના હૈદરાબાદ અને બેંગ્લોરમાં તેની ઓફિસોમાં 600 થી વધુ કર્મચારીઓ છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!