Ola ઈલેક્ટ્રીક ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 15મી ઓગસ્ટે એક નવું ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરવા જઈ રહી છે. એક વર્ષ પહેલા આ દિવસે Ola ઈલેક્ટ્રીકે ભારતમાં પહેલું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું હતું. હવે કંપની પોતાની પહેલી ઈલેક્ટ્રીક કારમાંથી પડદો લઈ શકે છે. Olaએ આગામી ઈલેક્ટ્રીક ફોર-વ્હીલરનું ટીઝર રિલીઝ કર્યું છે, જે આવતા વર્ષે લોન્ચ થવાની ધારણા છે. Ola ઈલેક્ટ્રીકના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલે ગુરુવારે મોડી રાત્રે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર લખ્યું, “આ 15મી ઓગસ્ટે નવી પ્રોડક્ટની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છું. આ સમય દરમિયાન અમે અમારી બિગ ફ્યુચર પ્લાન પણ શેર કરીશું. કેન્દ્ર સરકારની PLI સ્કીમમાં ઓલા ઈલેક્ટ્રીકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે EV નિર્માતાને ભારતમાં ઇલેક્ટ્રીક વાહનો માટે બેટરી બનાવવા માટે લિથિયમ-આયન સેલ પર કામ કરવાની મંજૂરી આપશે.

નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ કરી શકે છે જાહેરાત
Olaએ તાજેતરમાં જ તેનો પહેલો લિથિયમ-આયન સેલ જાહેર કર્યો છે. કંપની એક નવા અને મોટા પ્લાન્ટની પણ જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેનો ઉપયોગ બેટરી સેલ ટેક્નોલોજી સાથે તેની નવી ઇલેક્ટ્રીક કાર વિકસાવવા માટે કરવામાં આવશે.
15 ઓગસ્ટે સામે આવશે જાણકારી
જૂનની શરૂઆતમાં, Ola ઈલેક્ટ્રીકે ઓલા ફ્યુચર ફેક્ટરીમાં ઓલા ગ્રાહક દિવસ દરમિયાન તેના આગામી ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરની ઝલક આપી હતી. અગ્રવાલે કહ્યું હતું કે કાર વિશે વધુ વિગતો 15 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. તેણે કહ્યું હતું કે તે ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો બનાવવા માટે પણ પ્રતિબદ્ધ છે.

પહેલાં શેર કર્યો હતો ટીઝર વીડિયો
EV નિર્માતા દ્વારા શેર કરવામાં આવેલા ટીઝર વિડિયોમાં અગાઉ Ola ઇલેક્ટ્રિક કારના રંગ રૂપનો સંકેત આપ્યો હતો, જેમાં તેનો લાલ રંગ, આકર્ષક LED DRLs, આગળ અને પાછળની ડિઝાઇન અને બાજુની પ્રોફાઇલ નાની ઝલકમાં દર્શાવવામાં આવી હતી. ઈલેક્ટ્રિક ફોર વ્હીલરમાં આગળ અને પાછળ બંને તરફ ‘Ola’ લોગો છે.
કંપની ફેક્ટરી માટે જમીન શોધી રહી છે
ઓલા હાલમાં તેની EV ફોર વ્હીલર ફેક્ટરી માટે લગભગ 1,000 એકર જમીન શોધી રહી છે. પૂર્ણ થવા પર તે તેની ફ્યુચર ફેક્ટરી કરતા લગભગ બમણું હશે, જ્યાં તે હાલમાં S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવે છે. Ola ઇલેક્ટ્રિક હાલમાં ભારતમાં S1 Pro ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ કરે છે.
Read Also:
- મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ
- મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી
- પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા
- મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ