GSTV
Rajkot Trending ગુજરાત

કોરોનાનો હાઉ ઘટયો/ નોર્મલ શેડયુલ મુજબ ટ્રેનો શરૂ છતાં ઓખા-નાથદ્વારા, દૂરન્તો, જૂનાગઢ-અમરેલી સહિતની ટ્રેનો બંધ

કોરોનાનો હાઉ હવે લોકોમાં ઘટયો છે ફરી નોર્મલ શેડયુલ મુજબ ટ્રેનો શરૂ કરવાની રેલવે મંત્રાલયે જાહેરાત કરી હોવા છતાં હજુ સૌરાષ્ટ્રમાં કોરોના કાળથી બંધ ઓખા – નાથદ્રારા, દૂરન્તો અને જૂનાગઢ – અમરેલી સહિતની કેટલીક ટ્રેનોને શરૂ કરવામાં ન આવતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. 

રાજકોટ રેલવે ડિવિઝનની પ૬ ટ્રેનો તેના જુના સમય અને શેડયુલ મુજબ તા. ૧પ મી નવેમ્બરથી ચાલુ થઈ ગઈ છે પરંતુ હજુ હાપા – મુંબઈ દૂરન્તો અને ઓખા – નાથદ્રારા ચાલુ કરવામાં આવી નથી. આ ઉપરાંત ભાવનગર ડિવિઝન હેઠળની મીટરગેજ ટ્રેન જૂનાગઢ – દેલવાડા અને જૂનાગઢ – અમરેલી બંધ છે. સ્થાનિક લોકો માટે આ ટ્રેન મહત્વની છે ગીરનાં ગામોમાં થઈને જતી આ ટ્રેન બંધ હોવાથી અનેક ગામનાં લોકોને અન્ય વાહનોમાં ઉંચા ભાડા આપીને જવું પડે છે. 

જામનગરથી સુરત અને ત્યાંથી બાંદ્રા સુધીની ટ્રેનમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે પરંતુ કોરોના કાળમાં આ ટ્રેન બંધ થયા બાદ તેનો રૂટ ટુંકાવીને વડોદરા સુધીનો કરવામાં આવતા સૌરાષ્ટ્રથી સુરત તરફ જનારા લોકોને ભારે મુશ્કેલીનો વેઠવી પડે છે. જામનગર કે રાજકોટથી સુરત જનારો મોટો વર્ગ છે. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર મોટા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટ રૂ. ૩૦ લેવામાં આવી રહી છે તે પણ હવે નોર્મલ દર મુજબ લેવામાં આવે તેવી માગણી ઉઠી છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્ર જનતા જે જામનગરથી બાંદ્રા સુધીની હતી તેનાં રૂટમાં ફેરફાર કરીને વેરાવળથી બાંદ્રા કરવામાં આવી છે. જામનગરની મુંબઈની એક ટ્રેન સેવા ઝુંટવાઈ ગઈ છે.

READ ALSO

Related posts

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi
GSTV