લોકસભાનો જંગ: કાશ્મીરની લદાખ બેઠક, આજે પણ માતારાનીનો દબદબો યથાવત

parvati devi ladakh

જમ્મુ-કાશ્મીરનાં લદ્દાખમાં લોકસભાની માત્ર એક સીટ છે. આ સીટ પર મહિલા સાંસદની વાત કરીએ તો અત્યાર સુધી એક મહિલાને આ બેઠકનું પ્રતિનિધીત્વ કર્યુ છે. જે પાર્વતી દેવી છએ, તેમનું પુરૂ નામ રાની પાર્વતી દેલી ડી વાંગ્મો છે. તેમને લોકો માતા રાનીનાં નામથી ઓળખતા હતાં. માત્ર પાંચ ધોરણ ભણેલા રાની માતા છ્ઠ્ઠી લોકસભાનાં સદસ્ય હતાં. તેમણે પતીનાં મૃત્યુ બાદ તેમનાં ભાઈ થઈ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો.

ઓછું ભણ્યા છતાં આર્ટ એન્ડ કલ્ચર માટે  સિંહફાળો આપ્યો

10 જુલાઈ,1950માં માતા રાનીનાં લગ્ન લદ્દાખનાં કેરાજા કુંજાંગ નમગ્યાલ સાથે થયા હતાં. જો કે દારૂ પીવાની આદતને કારણે કેરાજા કુજાંગ માત્ર 48 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતાં.ત્યાં સુધીમાં તો રાની ચાર બાળકોનાં માતા બની ગયા હતાં. સ્થાનિક પરંપરા મુજબ  તેમને રાજાનાં ભાઈ સાથે લગ્ન કરવા પડે, જો કે તેમણે આવું ન કર્યુ. તેઓ માત્ર પાંચ ધોરણ સુધી ભણ્યા હતાં,તેમ છતાં તેમણે લદ્દાખનાં આર્ટ અને કલ્ચર પર સંશોધન કાર્યને ઘણું પ્રોત્સાહન આપ્યું. માતા રાનીએ નમગ્યાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઓન લદ્દાખ આર્ટ એન્ડ કલ્ચર એટલે કે NIRLACની સ્થાપના કરી હતી.

રાની માતા કોણ છે?

પાર્વતી દેવીનો જન્મ 1-મે,1934નાં રોજ ખંગસાર પેલેસમાં થયો હતો. ખંગસાર લાહૌલનો શાહી નિવાસ હતો. વર્તમાનમાં આ સ્થળ હિમાચલ પ્રદેશનાં લાહૌલ-સ્પિતી જિલ્લામાં છે. રાની માતાનાં સામાજીક કાર્યોમાં રૂચી હતી તેનાં પરિણામ સ્વરૂપે ઇ.સ.1958માં લેહની ઇમ્પ્લીમેન્ટીંગ કમિટીમાં વેલફેર એક્સટેન્શન પ્રોજેક્ટનાં કન્વીનર તરીકે નિયુક્ત કરાયા હતાં.

એક માત્ર મહિલા સાંસદ

જ્યારે સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ ત્યારે લદ્દાખ સંસદીય સીટ પરથી કોંગ્રેસે રાની માતાને ઉમેદવાર બનાવ્યાં. નેશનલ કોન્ફરન્સે પણ તેમને સમર્થન જાહેર કર્યુ. માત્ર એક અપક્ષ ઉમેદવાર તેમની સામે હતો. જેને માતા રાનીએ 2877 મતોથી હરાવ્યા હતાં. પ્રતિદ્વંદ્વીને 20,253 મત જ્યારે રાની માતાને 23,130 મત મળ્યા હતાં. આ રીતે તેઓ લદ્દાખનાં પ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. જો કે દુર્ભાગ્યવશ છઠ્ઠી લોકસભા પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ કરી શકી નહિં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter