GSTV
Home » News » રાહુલ ગાંધીએ ભીડમાંથી બોલાવેલો યુવક પણ રાહુલ જ નીકળતાં આખરે થયું આવું

રાહુલ ગાંધીએ ભીડમાંથી બોલાવેલો યુવક પણ રાહુલ જ નીકળતાં આખરે થયું આવું

બિહારનાં સમસ્તીપુરમાં કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે મહાગઠબંધનની રેલીને સંબોધીત કરવા પહોંચ્યા હતા. અને તેમણે પ્રધાન મંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. બેરોજગારી પર તેમણે કહ્યું કે કેંન્દ્ર સરકારમાં લાખો નોકરીઓની જગ્યા પડી છે. જો અમારી સરકાર બનવાની સાથે તમામ જગ્યાઓ પૂરી કરવામાં આવશે.

તે સમયે રાહુલ ગાંધીએ સભામાં હાજર એક યુવકને મંચ પર બોલાવ્યો હતો..અને તેને પૂછયું તમને રોજગારી મળી છે કે નહી .જોકે જ્યારે રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી તે યુવાનનું નામ પૂછ્યુ ત્યારે તેનુ નામ રાહુલ હોવાનું તે યુવકે કહેતા ત્યાં લોકોએ તાળીઓ ગડગડાટ કર્યો હતો..જોકે બાદમાં યુવક સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવ્યો હતો..અને સ્ટેજ પરથી રવાના થયો હતો.

ત્યારે રેલીમાં પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા બોલ્યા કે પહેલા નારો હતો કે અચ્છે દિન આયેંગે ,હવે નારો છે- ચોકિદાર……… તેમણે હાજર રહેલી ભીડ પાસેથી પણ આ નારો લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદી નોકરી અને ખેડૂતો પર વાત નથી કરતા, જ્યારે અમે ખેડૂતો માટે અલગ બજટ બનાવીશું. ત્યારે ન્યાય યોજના પર તેમણે જણાવ્યું હતું કે અમે પીએમ મોદીની રીતે 15 લાખ દેવાનો જુઠ્ઠો વાયદો નહી કરીએ. પરંતુ અમે દરેક ગરીબ કુટુંબને અમે વાર્ષિક 72 હજાર રૂપિયા આપીશું. ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર 10 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડશે.

બિહારના સમસ્તીપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહ ગઠબંધનની રેલી સંબોધિત કરી હતી..જ્યાં રાહુલ ગાંધીએ 22 લાખ યુવાનોને નોકરી આપવાના વાયદો કર્યો હતો. ન્યાય યોજના પર તેમણે જણાવ્યું હતું કે અમે પીએમ મોદીની રીતે 15 લાખ દેવાનો જુઠ્ઠો વાયદો નહી કરીએ. પરંતુ અમે દરેક ગરીબ કુટુંબને અમે વાર્ષિક 72 હજાર રૂપિયા આપીશું. રાહુલ પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, મોદીજીએ થાળીમાંથી દાળને છીનવી લીધી. જો તમને પ્લેટમાં દાળ જોઈએ તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવો. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપ ભગાવો દેશને બચાવો. ‘બેરોજગારીને દૂર કરો, આરક્ષણ વધારો ‘ અને ‘પલ્ટુ નેતાઓ હટાવો અને બિહારને બચાવો’.

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Riyaz Parmar

લોકસભા 2019: આ દિગ્ગજ નેતાઓ માત્ર હાર્યા નથી,પરંતુ થયા ઘરભેગા

Riyaz Parmar

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન ખતરામાં, જાણો શું થઈ શકે છે?

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!