GSTV

ઓમાન સમુદ્રમાં ઓઈલ ટેન્કરમાં લાગી આગ, ક્રૂડનાં ભાવ ભડકે બળશે

યુકેની એક દરિયાઈ સંસ્થાએ જણાવ્યું હતું કે, સંયુક્ત અરબ અમીરાતના એક પોર્ટ પર ઓઈલ ટેન્કર મોકલતાં મુશ્કેલી માટેનો સંકેત મળ્યાં પછી ઓમાન સમુદ્રમાં બનેલી ઘટનાની તપાસ હાથ ઘરવામાં આવી રહી છે.

આ ટેન્કર અલ્ટેર આગળ સળગયું હતું, જે અંગેની માહિતી UAE પોર્ટ ફુજૈરાહના એક અધિકારીએ અને આ બાબતના જાણકાર એક વ્યક્તિએ આપી હતી. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, આ જહાજ સમુદ્રમાં જવા પહેલાં સંયુક્ત અરબ અમીરાતમાં અબૂ ઘાબીથી ઓઈલ લોડ કર્યું હતું.

જો કે, આ ટેન્કરમાં આગ કંઈ રીતે લાગી, તેની તરત સ્પષ્ટતા થઈ ન હતી. પરંતુ યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સે તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, યુકે અને તેના કેટલાક ભાગીદારો હાલમાં આ અંગેની તપાસ કરી રહ્યા છે.

ટેન્કર પર થયેલ સંભવિત હુમલાને કારણે બંને બેંચમાર્ક ક્રૂડ ઈન્ડેકસમાં એકાએક 5%ની તેજી જોવા મળી હતી. જોકે વધુ જાનહાનિની શકયતા ઘટતા 1 વાગે WTI ક્રૂડ ઓઈલનો ભાવ ૨.૪૨ ટકાના વધારાએ રૂ.૫૨.૩૮એ ટ્રેડ થઈ રહ્યો છે.

ગયા મહિને ફારસી ગલ્ફની નજીકના બે સાઉદી ઓઈલ ટેન્કર સહિત ચાર જહાજોનો પણ નાશ કરવામાં આવ્યો હતો, જેમાં યુ.એસએ નૌકા માઈન્સનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલો કર્યો હતો, જેને તહેરાનનો આરોપ નકારી કાઢ્યો હતો.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!