GSTV
Home » News » ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

સાઉદી અરેબિયાનાની અરામકો ઓઇલ કંપની પર કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે પાંચ ટકા વૈશ્વિક ઓઇલ પુરવઠા પર અસર પડી છે. જેના કારણે ક્રૂડના ભાવમાં ઇન્ટ્રા ડેમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.  ૧૯૯૧ પછી પ્રથમ વખત ઇન્ટા ડ્રેમાં ક્રૂડના ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે જરૂર પડશે તો અમેરિકા પોતાના ઇમરજન્સી ભંડોળમાંથી ઓઇલ રિલીઝ કરશે તેવી ટ્રમ્પની જાહેરાત પછી ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા લાગ્યા હતા અને બંધ થવાની વખતે ક્રૂડના ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

સાઉદી અરેબિયા સિવાયના અન્ય ઓઇલ ઉત્પાદક દેશોએ પણ જણાવ્યું છે કે અરામકોનું ૫૦ ટકા ઉત્પાદન બંધ થવાને કારણે જે પણ ઓઇલ અછત સર્જાશે તેને પૂરી કરવા અમે સક્ષમ છીએ. આ જાહેરાતની પણ ક્રૂડના ભાવમાં સાનુકુળ અસર જોવા મળી હતી. આ હુમલાને કારણે સાઉદી અરેબિયાના ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ૫૭ લાખ બેરલનો ઘટાડો થયો છે. જે કુલ દૈનિક ઉત્પાદનના ૫૦ ટકા છે. એટલે કે સાઉદી અરેબિયાનું દૈનિક ૫૦ ટકા ઉત્પાદન ઘટી ગયું છે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આ ઉપરાંત ઓઇલના ભાવ સ્થિર રાખવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ક્રૂડ ઓઇલનું બજાર સ્થિર રાખવા માટે તે એક જ દિવસમાં લાખો બેરલ ઓઇલનું ઉત્પાદન વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે.

આ દરમિયાન રશિયાએ જણાવ્યું છે કે ઓપેક દેશોની ઇમરજન્સી બેઠક બોલાવવાની કોઇ જરૃર છે. રશિયાના ઉર્જા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે પત્રકારોને જણાવ્યું હતું કે કોઇ પણ તંગીને પહોંચી વળવા માટે બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે અરામકો ઉપર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે આ કંપની આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જૂનમાં આ કંપની પાસે ૧૮.૮ કરોડ  બેરલ ઓઇલ હતું.

READ ALSO

Related posts

સોનાનો ભાવ 7 વર્ષની ટોચે પહોંચ્યો, આજના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો

Karan

કોરોનાથી ભારતને ફટકો નહીં પડેના દાવાઓની ખૂલી પોલ, 11 સેક્ટરને થશે ભારે નુક્સાન

Mayur

યૂપી બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનીનો ચોંકાવનારો ખુલાસો, મેડમ મારા શરીરમાં ‘ભૂત-પ્રેતઆત્મા’નો છે વાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!