GSTV

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

કપાસિયા

Last Updated on July 27, 2021 by pratik shah

દેશમાં ઈંધણ, ગેસ, દૂધ,શિક્ષણ સહિત તમામ ચીજવસ્તુમાં મોંઘવારીનો ડામ લોકોને ઉપરાઉપરી રહ્યો છે ત્યારે થોડો સમય સુધી ઉંચાઈએ સિૃથર રહેલા રાજકોટ કપાસિયા તેલમાં રૂ।.30નો અને સિંગતેલમાં રૂ।.15નો વધારો પ્રતિ ડબ્બા દિઠ વધારાયો છે. આ સાથે પામોલીન તેલમાં પણ રૂ।.25ના વધારા સાથે તેનો ડબ્બો  પણ રૂ।.2000ને પાર થઈ ગયેલ છે.

સટ્ટોડીયાઓની રમતના કારણે સિંગતેલના ભાવ તા.10 જૂલાઈએ 15 કિલો નવા ટીનના રૂ।.2340-2380 હતા તે પખવાડિયામાં રૂ।.110ના વધારા સાથે આજે રૂ।.2459-2490એ પહોંચી ગયા હતા. તો કપાસિયા તેલના રૂ।.2265થી 2295  હતા તેમાં રૂ।.145નો તોતિંગ વધારો માત્ર પખવાડિયામાં થયો છે.

સૌરાષ્ટ્રમાં સિંગતેલ વર્ષોથી ગૃહિણીઓ દ્વારા રોટલી,શાક,દાળ વગેરે રસોઈ કરવામાં વપરાતું  રહ્યું છે અને તેના ભાવ અસહ્ય વધી જતા ગૃહિણીઓના હાથખર્ચા પર કાપ આવ્યો છે.

સિંગતેલ અને કપાસિયા વચ્ચે પહેલા રૂ।.200થી વધુનો ભાવફરક રહેતો હતો અને લોકો કરકસર માટે સિંગતેલના વિકલ્પ તરીકે કપાસિયા તેલ વાપરતા પરંતુ, હવે કપાસિયા અને સિંગતેલના ભાવમાં એક કિલોએ માત્ર રૂ।.3નો ફરક રહ્યો છે. જ્યારે પામોલીન તેલ પેક્ડ ફરસાણમાં કંપનીઓ દ્વારા વપરાતું  રહ્યું છે.

સીંગતેલ

બીજી તરફ રાજકોટ માર્કેટયાર્ડમાં ગઈકાલે વરસાદી માહૌલના પગલે આજે મગફળીના સોદા જ થયા ન્હોતા અને આવતીકાલે પણ મગફળીની આવક યાર્ડ સત્તાધીશોએ બંધ કરાવી છે. જો કે સિંગતેલ મોંઘુ થાય છે પણ મગફળીના ભાવ રૂ।.1000થી 1200 વચ્ચે જ જળવાયા છે. જ્યારે કપાસના ભાવ આજે પણ રૂ।.1744ની રેકોર્ડ ઉંચાઈએ જળવાયા હતા.

READ ALSO

Related posts

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!