અમેરિકા અને ઈરાન વચ્ચે જોવા મળતી તણાવની પરિસ્થિતિને પગલે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જેની સીધી અસર ભારત પર પડતાં ઓઈલ કંપનીઓએ શનિવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. શનિવારે પેટ્રોલની કિંમતમાં 10 પૈસા અને ડીઝલમાં 15 પૈસાનો વધારો કર્યો છે.

અમેરિકાના હુમલા બાદ શુક્રવારે બ્રેન્ટ ક્રુડ લગભગ 4 ટકા મોંઘુ થઈને 69 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. એક્સપર્ટના મત મુજબ અમેરિકા-ઈરાન વચ્ચેની સ્થિતિને કારણે આ ભાવવધારો હજુ જોવા મળી શકે છે. શોર્ટ ટર્મમાં ક્રુડ 74 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી શકે છે એવામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દોઢથી બે રૂપિયાનો વધારો થઈ શકે છે.

ભારત આરબ દેશો સહિત ઈરાન પાસેથી પણ ક્રુડ ઓઈલની ખરીદી કરે છે. ગુરૂવારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 13 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ભારતમાં ઈન્ટરનેશનલ માર્કેટ મુજબ ભાવ નક્કી થતા હોય છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 75.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 68.40 રૂપિયા પ્રતિ લીટર નોંધાઈ છે.

મુંબઈમાં એક લીટર પેટ્રોલના ભાવ 81.04એ પહોંચ્યા છે. જ્યારે ડીઝલની કિંમત 71.72 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ 78.04 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 70.76 પ્રતિ લીટરે પહોંચ્યા છે. તો ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 73.28 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 78.39 પ્રતિ લીટરે પહોંચી છે.
READ ALSO
- આ 7 જજ આગામી 6 મહિનામાં સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી નિવૃત્ત થશે, જેમાંથી ત્રણ છે કોલેજિયમના સભ્યો
- BIG NEWS: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે, સરકારી અધિકારીનો બંગલો પચાવી પાડવા મુદ્દે નોંધાઈ છે ફરિયાદ
- મુકેશ અંબાણીના ઘરે ફરી ગૂંજશે કિલકારી, પુત્રવધૂ શ્લોકા મહેતા છે પ્રેગ્નન્ટ, બેબી બમ્પને ફ્લોન્ટ કરીને શ્લોકાએ કરી બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી
- ખોટા કેસમાં સપડાયેલ નિર્દોષોને આખરે મળ્યો ન્યાય, આરોપી પોલીસકર્મીઓને સજા
- પશ્ચિમ બંગાળ/ શક્તિગઢમાં ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારીને હત્યા કરી, આરોપીઓ પોલીસ પકડથી દૂર