GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

દિલ્હીની હિંસા પર મુસ્લિમ દેશોની વણમાંગી સલાહ, ભારતના મુસ્લિમોનું રક્ષણ કરે સરકાર

મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામિક સહયોગ સંગઠને અલ્પસંખ્યકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આ હિંસાની નિંદા કરી છે.

ઓઆઈસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હાલમાં થયેલી હિંસા અને માસૂમ લોકોના મોત એ ખતરાની ઘંટી સમાન છે. દિલ્હીમાં મુસ્લિમોની સંપત્તિ અને મસ્જિદોને થઈ રહેલું નુકસાનની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મૃતક પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે.

આ સંગઠન દરેક મુદ્દે પાકિસ્તાનની પડખે ઉભુ રહે છે

ઓઆઈસીએ #IndianMuslimsInDanger હૈશટેગનો ઉપયોગ કરી ભારતીય પ્રશાસન પાસે આ હિંસામાં પીડિત લોકોને યોગ્ય ન્યાય અપાવવાની માગ કરી છે. સાથે જ મુસ્લિમો નાગરિકો અને ઈસ્લામના પવિત્ર સ્થળની સુરક્ષાની પણ જવાબદારી લેવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ઈસ્લામિક સહયોગ સંગઠનમાં પાકિસ્તાન સહિત 57 મુસ્લિમ બહુમતીવાળા દેશ સામેલ છે. આ સંગઠન કાશ્મીર સહિતના મુદ્દાઓને લઈ પાકિસ્તાનનું સમર્થન કરતા આવ્યા છે.

READ ALSO

Related posts

JIO પ્લેટફોર્મ સાથે જોડાયા અનંત અંબાણી, 25 વર્ષની નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી

Ankita Trada

ચીન તરફથી વધી રહેલી તંગદીલી વચ્ચે અમેરિકા આ દેશમાં તૈનાત કરી રહ્યું છે સૈન્ય

Dilip Patel

ભારતમાં કોરોનાનો તાંડવ: કેસની સંખ્યા 1.50ની નજીક, વધુ 190ના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!