GSTV

નવા મંત્રીમંડળની શપથવિધિ પહેલાં જ ઓહાપોહ, જૂના મંત્રીઓની સાથે-સાથે અંગત મદદનીશ અને સચિવ ઘરભેગાં

Last Updated on September 15, 2021 by Bansari

વિજય રૂપાણીએ આપેલા રાજીનામા બાદ હવે ગુજરાતમાં નવી સરકાર રચાઇ ગઇ છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ આજ રોજ તેમના નવા મંત્રીમંડળની રચના કરાઇ તેઓની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ આંતરિક વિખવાદના કારણે આજ રોજ પણ આ શપથવિધિ કેન્સલ કરવામાં આવી. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળમાં ‘નો રિપિટ’ ની થિયરી અપનાવવામાં આવી રહી છે. જેથી રૂપાણી સરકાર વખતના મંત્રીઓને ફરીથી નહીં રિપીટ કરવામાં આવે. જેથી ભાજપમાં મોટો આંતરિક ડખો ઊભો થયો છે.

નવા મંત્રીઓની શપથ બાદ નવા મંત્રીઓને ઓફિસ સોંપાશે

એવામાં તાજેતરમાં જ સ્વર્ણિમ સંકુલમાં સિનિયર મંત્રીઓએ નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દેવાઇ છે. મંત્રીઓના કાર્યાલયમાં જૂની ફાઈલ તેમજ ડોક્યુમેન્ટ્સ સહિત ઓફિસનો સામાન પણ ખાલી કરી દેવામાં આવ્યો છે. કારણ કે નવા મંત્રીઓની જાહેરાત અને શપથવિધિ બાદ હવે નવા મંત્રીઓને ઓફિસ સોંપવામાં આવશે.

નવા મંત્રીઓના અંગત અને મદદનીશ અધિકારીઓની યાદી તૈયાર

ગુજરાતમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓને ઓફિસ તેમજ સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. બીજી બાજુ નવા મંત્રીઓની સાથે-સાથે તેમના અંગત સ્ટાફની પણ નિમણૂંક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવશે જેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ તેમજ અંગત મદદનીશની પણ નિમણૂંક કરવા માટેની કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વચગાળાની વ્યવસ્થા કરવાના ભાગરૂપે શરૂ કરેલી આ પ્રક્રિયામાં સેકશન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી વર્ગના કુલ 70 અધિકારીનાં નામની યાદી તૈયાર કરાઇ છે. મહત્વનું છે કે, મંત્રીમંડળની શપથવિધિ પછી બે મહિનામાં જ નિયમિત સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે.

36 મંત્રીઓની ઓફિસ ખાલી કરાવવામાં આવી

ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. કારણ કે વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ધરમૂળથી ફેરફાર થવા જઇ રહ્યો છે. કારણ કે, એવું કહેવાઇ રહ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં એક પણ મંત્રીને રિપીટ નહીં કરાય. એટલે કે ‘નો રિપીટની થિયરી’ અહીં અપનાવવામાં આવશે. જેમાં રૂપાણી સરકારના મંત્રીની હકાલપટ્ટી કરાશે. જેના અનુસંધાને ગાંધીનગર ખાતેની સ્વર્ણિમ સંકુલની ઓફિસ ખાલી કરી દેવાઇ છે. એટલે કે જૂના મંત્રીઓની ઓફિસને ખાલી કરી દેવાઇ છે. જેમાં 36 મંત્રીઓની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે. ત્યારે અહીં જોઇશું કે આખરે કયા-કયા મંત્રીઓની ઓફિસ ખાલી કરવાનો આદેશ અપાયો, અહીં વિગતે જોઇશું તેની યાદી…

ગુજરાત ભાજપમાં અસંતોષ સતત વધી રહ્યો છે. ભલે જાહેરમાં કોઈ નારાજગી દેખાડી રહ્યું નથી પણ ધૂંધવાટ વધ્યો છે. સરકાર નો રીપિટ થિયરી અજમાવે તેવી સંભાવના છે. જેમાં રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓ ઘરે જાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના આ કદાવર નેતાઓ અંદરો અંદર ચર્ચાઓ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ નારાજ છે. જેઓ સતત નારાજગી દેખાડી રહ્યાં છે. આ નેતાઓ ભાજપના પાયાના કાર્યકરો છે. જેઓની પાસેથી મંત્રીપદ છિનવાઈ રહ્યાં છે. જો આજે મોટા ફેરફારો થયા તો ભાજપમાં ડખાઓ વધશે એ નક્કી છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, રૂપાણી સરકારના મોટા ભાગના મંત્રીઓ ઘરભેગાં થવાના હોવાથી કેટલાંય એવાં નામો સામે આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતાં. જો કે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

કયા નેતાઓ છે નારાજ?

આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળની આજે શપથવિધિ આયોજિત થઈ છે. ત્યારે સવારથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને ચહલપહલ જોવા મળી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા-હકુભા પણ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી.

READ ALSO :

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!