GSTV
Home » News » જ્યાં ભૂત-પ્રેતનો વાસ હતો ત્યાં અધિકારી આખી રાત બિંદાસ મીઠી ઉંઘ કરી આવ્યાં, લોકોની ખોટી માન્યતાઓ તૂટી ગઈ

જ્યાં ભૂત-પ્રેતનો વાસ હતો ત્યાં અધિકારી આખી રાત બિંદાસ મીઠી ઉંઘ કરી આવ્યાં, લોકોની ખોટી માન્યતાઓ તૂટી ગઈ

આમ તો અત્યારે એ જ વાત સમજમા ના આવે કે કોઈ ભૂતપ્રેતમાં માનતું હોય. પરંતુ કળિયુગમા પણ ઘણા ગામો હજુ એવા છે કે જ્યાં લોકો આવું બધુ માને છે. એવી કેટલીક અખતરી જગ્યાઓ કે જ્યાં લોકોને હંમેશા ભૂત-પ્રેતનું નિવાસ માની ફરકતા પણ બીક લાગતી હોય છે. ત્યારે પેટલાદ પ્રાંત અધિકારી એમ.એસ.ગઢવીએ નવી સિંહોલ ગામે મહાકાળી પરા વિસ્તારમાં આવેલા એક ઘેઘુર વડની નીચે શુક્રવારની કાળી રાત વિતાવી ગ્રામજનોની ભ્રામક માન્યતાઓને જુઠી પાડી હતી. તેમને પોતાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને ફેલાવવામાં આવેલી ખોટી માન્યતાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી.

જો ગઢવી વિશે વાત કરીએ તો એમ.એ. ગઢવી 48 વર્ષનાં છે. અને એને અચાનક જ રચનાત્મક વિચારો આવ્યા કે કંઈક આવું કરીએ તો સારૂ રહેશે. પ્રાંત અધિકારી એમ.એસ.ગઢવીએ વાત કરતા જણાવ્યું હતું કે મહાકાલી પરા વિસ્તારમાં આવેલા વર્ષો જૂના વડ પાસે ભૂતપ્રેતનો વાસ છે તેવી વાત મળતા તેઓને થયું કે લોકોનો ભય દૂર કરવો છે. જુનુનમાં એ તો શુક્રવારે સાંજે 5 વાગ્યે વડ નીચે પહોંચી ગયાં હતાં. રાત્રે 12 વાગ્યા સુધી જાગતા હતા અને પછી 4 વાગ્યા સુધી ઉંઘ પણ કરી એ પણ એકદમ બિંદાસ. આમ આખી રાત ત્યાં જ પસાર કરી હતી. જેથી લોકોમાં ભય હતો એ હવે બિલકુલ નીકળી ગયો હતો.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel