GSTV

કોરોનાકાળમાં અધિકારીઓની તબીબો પર વધી રહી છે તાનાશાહી, મામલો પહોચ્યો સીએમ રૂપાણી સુધી

Last Updated on September 18, 2020 by Mayur Vora

કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો દિવસ-રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. પરંતુ અધિકારીઓની તબીબો પર સતત તાનાશાહી વધી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર પણ લખ્યો છે. છેલ્લા 6 મહિનાથી જીવના જોખમે સેવા આપનારા તબીબો પર અધિકારીઓ જોહુકમી તેમ ગેરવર્તણૂંક કરી રહ્યા હોવાનો તબીબોએ આક્ષેપ કર્યો છે.અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હવે મેડિકલના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. શહેરમાં કોરોના અંગેની કામગીરી મેડિકલના વિદ્યાર્થીઓને સોંપવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે તેમા સૌથી વધુ 15 વિદ્યાર્થી NHL મેડિકલ કોલેજના છે. કોરોના પોઝિટિવ આવેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. આ વિદ્યાર્થીઓને સંજીવની રથની કામગીરી સોંપવામાં આવી છે. તો બીજી તરફ સરકાર દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓને દબાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, પોતાની વેદના રજૂ કરી શકતા નથી. અધિકારીઓની તાનાશાહીના કારણે મેડિકલના વિદ્યાર્થીઓ રજૂઆત કરવામાં ડરી રહ્યા છે. જેથી આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સી.એમ.ને પણ ફરિયાદ કરવામાં આવી છે.

કોરોના

અધિકારીઓની તાનાશાહીનો ભોગ બનેલા ડોક્ટરોએ જીએસટીવી સમક્ષ તેમની વેદના રજૂ કરી. ડોક્ટરોનું કહેવું છે કે અનેક અધિકારીઓ તેમની સાથે ધમકીભરી તેમજ દાદાગીરીવાળી ભાષા વાપરે છે. ડોક્ટરોનું કહેવું છે કે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા જોહુકમી દાખવવામાં આવી રહી છે. રાજ્યમાં તબીબો પર અધિકારીઓની તાનાશાહી મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઇએ પ્રતિક્રિયા આપી. ડો. મોના દેસાઇએ જણાવ્યું કે અમુક શહેરોમાં આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે. ડોક્ટર્સના આક્ષેપો મુજબ અધિકારીઓ પેનડેમિક એક્ટનો દુરૂપયોગ કરે છે, તેમજ મેડિકલ વિદ્યાર્થીઓનો પણ ખોટો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તબીબોનું કહેવું છે. કોરોનાની મહામારીમાં અધિકારીઓનું તબીબો સાથેનું આવું વર્તન ગુજરાતની પ્રજાને જોખમમાં મુકનારું છે.

READ ALSO

Related posts

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!