દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki)એ પોતાની સૌથી મોટી કાર અર્ટિગા (Ertiga)ને 8 લાખ રૂપિયાથી ઓછી કિંમતે માર્કેટમાં ઉતારી છે. સાત સીટર આ કારને તમે ફક્ત દરરોજની 390 રૂપિયાની EMI પર ખરીદી શકો છો.
આટલુ કરવુ પડશે ડાઉન પેમેન્ટ
જો દિલ્હીના હિસાબે વાત કરીએ તો Ertiga LXIની શરૂઆતની કિંમત 7.59 લાખ રૂપિયા છે. જો તમે એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરો તો સાત વર્ષ માટે તમારી માસિક ઇએમઆઇ 11,721 રૂપિયા થશે. દરરોજ પ્રમાણે ગણતરી કરીએ તો 390 રૂપિયા થશે. જો કે ઇએમઆઇ તો તમારે માસિક આધારે જ ચુકવવાની છે.

Maruti Suzuki Ertigaના સ્પેસિફિકેશન
1.4 લીટર પેટ્રોલ એન્જિન વાળી કારનો 92 એચપી પાવર છે જ્યારે 1.3 લીટર ડીઝલ એન્જિન વાળી કારનો 90 એચપી પાવર છે. બંને જ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવે છે. પેટ્રોલ એન્જિનમાં 4 સ્પીડ ઑટોમેટિક ગિયર બોક્સનો પણ ઓપ્શન છે. નવી મારૂતિ Ertigaના Z+ વેરિએન્ટમાં મારૂતિની સ્માર્ટપ્લે ઇંફોટેનમેંટ સિસ્ટમ છે. જે એન્ડ્રોયડ ઑટો, એપલ કારપ્લે અને નેવિગેશન સપોર્ટ સાથે આવે છે.

કારમાં કેમેરા સાથે રિયર પાર્કિંગ સેન્સર, ઑટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટૉપ, 15 ઇંચનુ એલોય વ્હીલ અને હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ આપવામાં આવી છે, જેથી લાંબા સફરમાં ડ્રાઇવરને આરામ મળે છે. સેફ્ટીના હિસાબે કારમાં ડ્યુઅલ એરબેગ અને એબીએસ તમામ વેરિએન્ટમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે.

રજૂ કર્યો છે સબ્સ્ક્રાઇબ પ્રોગ્રામ
Maruti Suzuki સુઝુકીએ પોતાના ગ્રાહકો માટે Maruti Suzukiસબ્સ્ક્રાઇબ સર્વિસ શરૂ કરી છે. દેશની આ સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાના વાહન સબ્સ્ક્રીપ્શન કાર્યક્રમ ‘Maruti Suzukiસબ્સ્ક્રાઇબ’નો વિસ્તાર ચાર અન્ય શહેરોમાં કરવાની ઘોષમા કરી છે.
Maruti Suzukiઇન્ડિયાએ કહ્યું કે આ કાર્યક્રમનો વિસ્તાર ચેન્નઇ, અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં કરવામાં આવી રહ્યો છે. કંપનીની યોજના આગામી ત્રણ વર્ષમાં દેશના 60 શહેરોમાં આ કાર્યક્રમનો વિસ્તાર કરવાનો છે.
Read Also
- મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો
- દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા
- કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો
- સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા
- Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ