GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ઓડિશાના આ રેસ્ટોરંટમાં મેડ ઈન ઈન્ડિયા રોબોર્ટ સર્વ કરે છે ખોરાક

જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા ગયા છો અને રોબોટ તમને ખાવાનું સર્વ કરી રહ્યાં છો તો તે થોડું વિચિત્ર લાગે છે પરંતુ હવે ચોંકવાની જરૂર નથી, ઓડિશાના ભુવનેશ્વરમાં એક રેસ્ટોરન્ટ છે જ્યાં બે રોબોટ્સ લોકોને ખાવાનું પીરસે છે. ખાસ વાત એ છે કે આ બંને રોબોટ્સ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટના માલિકે તેનું નામ ‘રોબો શેફ’ રાખ્યું છે. આ રેસ્ટોરન્ટ ઓડિશાના ચંદ્રશેખપુરમાં છે. આ રેસ્ટોરન્ટ બુધવારે ખોલવામાં આવ્યું છે.

આ બંને રોબોનું નામ ચંપા અને જાસ્મિન છે. સાંજે આ રોબોટ્સ લોકોને સર્વ કરતા જોવા મળ્યા હતા અને લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ રોબોટ્સ લોકોને ભોજન આપે છે અને પૂછે છે ‘ આપણ માને ખુશી તો ‘ જેનો અર્થ છે ‘તમે ખુશ છો’. આ વાક્યનો ઉપયોગ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે 2019 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કર્યો હતો. આ રોબોટ્સ ટેબલ પર બેઠેલા ગ્રાહકો પાસેથી ઓર્ડર પણ લે છે અને તેમની સર્વ પણ કરે છે.

આ રોબો શેફનો માલિક સિવિલ એન્જિનિયર છે. તેણે કહ્યું કે તેણે આ અમેરિકામાં જોયું છે. જો કે રોબોટ્સનો ઉપયોગ ભારતની કેટલીક અન્ય રેસ્ટોરન્ટમાં પણ ભોજન પીરસવા માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ આ રોબોટ્સ ચીનથી આયાત કરવામાં આવ્યા છે. બીજી ખાસ વાત એ છે કે તેમના માટે કોઈ ખાસ ટ્રેક બનાવવામાં આવ્યો નથી, તેના બદલે તેઓ એકસરખી રીતે ગમે ત્યાં મુવ થઈ શકે છે.

આ રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા રોબોટ્સ એસએલએમ (Simultaneous Localization And Mapping) ટેકનીકનો ઉપયોગ કરે છે, જેને કોઈ પણ પ્રકારનાં માર્ગદર્શિકા પાથ અને એન્વાયરમેન્ટની જરૂર નથી. આ રોબોટ્સમાં 17 પ્રકારના સેન્સર છે જે ગરમી, ધૂમાડો અને આસપાસના વાતાવરણના લોકોની સંવેદના રાખે છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!