દેશભરમાં લોકડાઉની સમય અવધિ પૂર્ણ થવાને હવે છ દિવસ બાકી છે ત્યારે ઓડિશા એવું પહેલું રાજ્ય છે. જેને રાજ્યમાં લોકડાઉનનો સમયગાળો વધારવાનો નિર્ણય કર્યો છે. સીએમ નવિન પટનાયકે રાજ્યમાં 30 એપ્રીલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક બાદ સીએમ પટનાયકે કહ્યું કે, લોકોનો જીવ બચાવવો અમારી પ્રાથમકિતા છે અને આથી 30 એપ્રિલ સુધી લોકડાઉનનો સમય વધારવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠક બાદ સીએમ નવિન પટનાયકે એમ પણ કહ્યું છે કે અમે મોદી સરકારને પણ ભલામણ કરીશું કે 30મી એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનનો સમય વધારે. ઓરિસ્સામાં 30મી સુધી એરલાઈન કે રેલવે સેવા પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ઓરિસ્સાના નાગરિકો અન્ય રાજ્યોમાં ફસાયા હોવાથી અન્ય રાજ્યોનો હાલમાં સંપર્ક કરાઈ રહ્યો હોવાનું પણ પટનાયકે જણાવ્યું હતું.
Odisha CM Naveen Patnaik has requested the Centre not to start train and air services till April 30th; Educational institutions in the state to remain closed till June 17th. https://t.co/z5R4a8Cyap
— ANI (@ANI) April 9, 2020
પંજાબમાં કોરોનાના વધતા કેસોને જોતા મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મહત્વનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે 23 એપ્રિલ સુધી કર્ફ્યુ તેમજ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો લોકડાઉનની સમયમર્યાદા વધારવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે પંજાબ સરકારે સત્તાવાર રીતે 23 એપ્રિલ સુધી લોકડાઉનની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર શનિવારે લેશે અંતિમ નિર્ણય
ભારતમાં 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા (corona) વધારવી કે કેમ તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે. આજે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉનની સમયમર્યાદા(corona) વધારવાના સંકેત આપ્યા. જો કે પીએમ મોદી રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકારો તેમજ ઉપરાજ્યપાલ સાથે સંવાદ બાદ લોકડાઉન વધારવાનો અંતિમ નિર્ણય લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અંતિમ નિર્ણય લે તેવી શક્યતા
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 11 એપ્રિલના રોજ શનિવારે પીએમ મોદી તમામ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધશે. આ પહેલા મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન હટાવવાને લઈને ભલામણો માંગી હતી. કે જેના કારણે ગરીબ અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી ખતમ થઈ શકે. સરકાર તબક્કાવાર રીતે લૉકડાઉન ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા.
15 એપ્રિલ બાદ પણ પૂર્ણરીતે લૉકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે
સૂત્રોનું કહેવું છે કે અનેક સચિવોની સાથે જ નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓનું પણ માનવું છે કે 15 એપ્રિલ બાદ પણ પૂર્ણરીતે લૉકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે. તેઓ એ ક્ષેત્રોમાં પ્રતિબંધ દૂર કરવાના પક્ષમાં છે કે જે રેડ ઝોન નથી .