GSTV

સુરતથી મજૂરો ભરી ગયેલી બસનો ઓરિસ્સામાં અકસ્માત, એકનું મોત અને પાંચ ઘાયલ

Last Updated on May 4, 2020 by Pravin Makwana

ગુજરાતના સુરતથી મજૂરોને ઓરિસ્સા પાછા લઈ જઈ રહેલી બસને ઓરિસ્સામાં કલિંગા ઘાટ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકનુ મોત થયુ છે જ્યારે બસ ડ્રાઈવર સહિત બીજા પાંચ ઘાયલ થયા છે. આ ઘટનાની ખબર પડયા બાદ સ્થળ પર પોલીસે અને ફાયર બ્રિગેડે રાહત કામગીરી શરુ કરી હતી

24 કલાકમાં ત્રીજી ઘટના

બસમાં કુલ 57 લોકો સવાર હતા.જેઓ ગઈકાલે સુરતથી ઓરિસ્સા જવા માટે નિકળ્યા હતા.બસ ડ્રાઈવર આ રસ્તાથી પરિચિત નહી હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. કારણકે આ વિસ્તારમાં 24 કલાકમાં આ ત્રીજો અકસ્માત છે. એ પછી ઓરિસ્સા સરકારે મજૂરોને લઈને આવતી બસનો રુટ બદલવા માટેનો નિર્ણય કર્યો છે.

શનિવારે પણ થયો અકસ્માત

સુરતથી ઓરિસ્સા જતી અન્ય એક બસ પણ શનિવારે કલિંગ ઘાટ પાસે જ અકસ્માતગ્રસ્ત બની હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા.અન્ય એક બસ મહારાષ્ટ્રમાં નાગપુર અમરાવતી વચ્ચે પલટી ખાઈ ગઈ હતી.જેમાં પણ ઘણા યાત્રિકો ઘાયલ થયા છે.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!